Importance of the land of Karbala...

💖✨💖✨💖✨💖✨💖

🛍એક વખત કાબાની જમીને 🕋 ગર્વથી કહ્યું: ‘મારી જેવું કોણ છે. ખુદાએ મારી પીઠ ઉપર પોતાનું ઘર બનાવ્યું છે. દુનિયાના ખુણે ખુણામાંથી લોકો મારી ઝિયારત માટે આવે છે. મને અલ્લાહનું હરમ અને તેની જગ્યા ગણવામાં આવી છે.’

🌴ખુદાએ તેની તરફ વહી કરીને ફરમાવ્યું: ‘ચૂપ રહે ને અટકી જા. મને મારી ઈઝઝત અને જલાલની કસમ જે ઉચ્ચ સ્થાન મેં કરબલાની જમીનને આપ્યું છે તે તને નથી આપ્યું. કરબલાની સરખામણીમાં તારૂ સ્થાન એવું છે જેમકે સમુદ્રની સરખામણીમાં સૂઈના નાકાનું ટપકું.

🌴જો કરબલાની તુરબત ન હતે તો હું તને ઉચ્ચ સ્થાન ન આપતે. જો કરબલાની જમીનમાં સુવાવાળો ન હતે તો હું તને પૈદા પણ ન કરતે અને તે ઘરને પણ પૈદા ન કરતે જેની ઉપર તું ગર્વ અને અભિમાન કરી રહી છે. રોકાઈ જા. નમ્ર થઈ જા. ઘમંડ અને અભિમાન ન કર. કરબલાની જમીનથી મોટી હોવાની કોશિશ ન કર. નહિ તો હું તારાથી નારાઝ થઈ જઈશ અને તને જહન્નમમાં 🔥 નાખી દઈશ.’

📙(કામેલુઝ ઝિયારત, પા. 267, હ. 13 ઈમામ જઅફર સાદિક અ.સ. તરફથી)

Comments

Popular posts from this blog

તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે

ઝાએરીન ખાસ વાંચે...