Safar E Ishq (Ziyarat Of Aimmah)
*સફરે ઈશ્ક ભાગ - ૧*
દરેક શિઆ ની એક દિલી આરઝૂ હોય છે કે તે અઈમ્મહ એ અત્હાર અ.મુ.સ. ની કબ્રે મુતહ્હર ની ઝીયારત કરે. ઘણા ખુશ કિસ્મત અને પાક તીનત મોમેનીન આ ઈશ્ક ના સફર પર જતા હોય છે. આથી ઝાએરિન ને ઉપયોગી થાય તે હેતુ થી સય્યેદ મોહમ્મદ અનીસ આબેદી એ એક કિતાબ નું સંકલન કર્યું છે કે જેનું નામ છે *“મશાહીદે મુકદ્દસાહ”.* આ કિતાબ માંથી ઇન્શાઅલ્લાહ “ *આદાબે સફરે ઝીયારત”* ના મુદ્દાઓ રજુ કરવામાં આવશે. મશાહીદે મુકદ્દસાહ માં આદાબે ઝિયારત નું પ્રકરણ મફાતિહુલ જીનાન ના બાબે આદબે ઝીયારત માંથી લેવામાં આવેલ છે.
(૧). ઝીયારત ની સફર માટે નીકળવા ના પહેલા *ગુસ્લ* કરે.
(૨). રસ્તામાં *બેહુદા વાતો અને લડાઈ ઝઘડા થી દુર* રહે.
(૩). ઈમામ અ.સ. ની ઝીયારત માટે ગુસ્લ કરવું અને તેઓ થી *વારીદ થયેલ દુઆઓ* ને પઢવુ.
(૪) હદસે અકબર અને હદસે અસગર થી *પાક* રહેવું.
(૫). પાકો પાકીઝા અને સફેદ *લિબાસ* પહેરવો.
(૬). રોઝા એ મુકદ્દસ માં દાખલ થતી વખતે નાના નાના કદમ ઉઠાવવા. *સુકૂન અને ઈત્મેનાન ની સાથે ખુઝુઅ અને ખુશુઅ થી સર ઝુકાવી ને અને ચારે તરફ જોયા વગર* દાખલ થવું.
(૭). ઝીયારતે ઈમામ હુસૈન અ.સ. ના સિવાય બીજી ઝીયારતો માં *ખુશ્બૂ* લગાવવી.
(વધુ ઇન્શાઅલ્લાહ હવે પછી ના મેસેજ માં....?
*સફરે ભાગ ૨*
આદાબે ઝીયારત :
(૮). સફર માં પોતાની સાથે *અકીક અને ફિરોઝા ની અંગુઠી* સાથે રાખે. ખાસ કરી ને અકીકે ઝર્દ – પીળા રંગ ના અકીક ની અંગુઠી. આ વિષે સય્યેદ ઇબ્ને તાઉસ *હ.ઈમામ અલી નકી અ.સ.* થી એક રિવાયત નકલ કરે છે કે :
“એક વખત ઈમામ અ.સ. નો એક ખાદીમ ઈમામ અ.સ. ની ખિદમત માં હાજર થયો અને ઈમામ અ.સ. પાસે ઈજાઝત ચાહી કે તે ઈમામ અ.સ. ના જ્દ્દ *હ.ઈમામ અલીરેઝા અ.સ.* ની ઝીયારત માટે જવા ચાહે છે. તો ઈમામ અ.સ. એ ફરમાવ્યું :
“તારી સાથે પીળા અકીક ની અંગુઠી રાખ કે જેથી તું ચોરો અને ડાકુઓ ના શર થી સુરક્ષિત રહે અને તારી સંપૂર્ણ સલામતી રહે.”
ખાદીમે બહાર જઈ ને આ મુજબ ની અંગુઠી મેળવી અને ઈમામ થી રૂખસત થવા આવ્યો અને તે થોડું ચાલ્યો હતો કે તેવામાં જ ઈમામ અ.સ.એ ફરમાવ્યું :
“ *અય સાફી ફિરોઝા ની અંગુઠી પણ સાથે રાખજે કારણ કે તૂસ અને નીશાપુર ની વચ્ચે તારો એક સિંહ ની સાથે ભેંટો થશે. જે તને અને તારા કાફલા ને આગળ નહિ જવા દે. તું આગળ વધી ને તેને આ અંગુઠી બતાવજે અને તેને કહેજે કે મારા મૌલા એ કહ્યું છે કે તું રસ્તામાંથી હટી જા.”*
સાફી ખાદીમ :
“હું સફર માં ગયો અને અલ્લાહ ની કસમ એ જ જગ્યા પર કે જ્યાં ઈમામ અ.સ.એ જણાવ્યું હતું ત્યાં સિંહે અમારો રસ્તો રોકી લીધો. આથી ઈમામ અ.સ.એ જે રસ્તો બતાવ્યો હતો એ મુજબ મેં કર્યું તો સિંહ પરત ચાલ્યો ગયો. હું જયારે ઝીયારત માંથી પરત આવ્યો તો મેં ઈમામ અ.સ. ની સામે સફર ના બનાવો વર્ણવ્યા.
તો ઈમામ એ ફરમાવ્યું :
“હજુ એક ચીઝ બાકી રહી ગઈ છે.જે તે નથી બતાવી. અગર તું કહે તો હું તે જણાવી દઉં.”
ખાદીમ : “મારા આકા કદાચ હું તે ભૂલી ગયો છું.”
ઈમામ અ.સ. :
“જે રાત્રી ના તું તૂસ માં ઈમામ અલીરેઝા અ.સ. ની કબર ની પાસે સુઈ ગયો હતો *ત્યારે જિન્નાત નો એક ગિરોહ ઝીયારત માટે આવ્યો હતો. તેઓ એ જયારે તારી અંગુઠી ઉપર ના નક્શ ને જોયું અને વાંચ્યું તો તારા હાથ માંથી અંગુઠી ઉતારી લીધી હતી અને તેમના એક બીમાર પાસે લઇ ગયા અને તે અંગુઠી ને પાણીમાં ધોઈ ને તેને પાણી પીવડાવ્યું તો તે તંદુરસ્ત થઇ ગયો.* પછી તેઓ એ અંગુઠી તને ફરી થી પહેરાવી દીધી. તે જમણા હાથ માં પહેરી હતી અને તેઓ એ તને ડાબા હાથ માં પહેરાવી દીધી હતી.તને આથી ખૂબ જ નવાઈ લાગી હતી પરંતુ તને તેનું કારણ ખબર ન હતી. અને તને તારા માથા પાસે એક યાકુત પણ મળ્યો હતો.તે યાકુત ને ઉઠાવી લીધો હતો અને તે હજુ તારી પાસે છે તું તે યાકુત ને બજાર માં લઇ જા અને તેને ૮૦ અશરફી માં વેચી દે. આ તારા માટે જિન્નાત નો હદીયો છે કે જે તેઓ લાવ્યા હતા.”
ખાદીમ યાકુત ને બજાર માં લઇ ગયો અને તેને ૮૦ અશરફી માં વેચી નાખ્યો કે જે રીતે ઈમામ અ.સ. એ ફરમાવ્યું હતું.”
(મશાહીદે મુકદ્દસાહ)
(વધુ ઇન્શાઅલ્લાહ હવે પછી ના મેસેજ માં....)
Comments
Post a Comment