અય અલ્લાહ ! તું તેને તારા અવલીયા ની તારી નજીક જે હુરમત છે તે બતાવી દે.

*“અય અલ્લાહ ! તું તેને તારા અવલીયા ની તારી નજીક જે હુરમત છે તે બતાવી દે.”*

ﻋﻦ ﺍﻟﺒﺎﻗﺮ ‏( علیه ‌السلام ‏) ﺃﻧﻪ ﻗﺎﻝ : ﻛﺎﻥ ﻋﺒﺪ ﺍﻟﻤﻠﻚ ﺑﻦ ﻣﺮﻭﺍﻥ ﻳﻄﻮﻑ ﺑﺎﻟﺒﻴﺖ، ﻭﻋﻠﻲ ﺑﻦ ﺍﻟﺤﺴﻴﻦ ‏( علیه ‌السلام ‏) ﻳﻄﻮﻑ ﺑﻴﻦ ﻳﺪﻳﻪ , ﻻ ﻳﻠﺘﻔﺖ ﺇﻟﻴﻪ، ﻭﻟﻢ ﻳﻜﻦ ﻋﺒﺪ ﺍﻟﻤﻠﻚ ﻳﻌﺮﻓﻪ ﺑﻮﺟﻬﻪ ﻓﻘﺎﻝ : ﻣﻦ ﻫﺬﺍ ﺍﻟﺬﻱ ﻳﻄﻮﻑ ﺑﻴﻦ ﺃﻳﺪﻳﻨﺎ ﻭﻻ ﻳﻠﺘﻔﺖ ﺇﻟﻴﻨﺎ؟ ! ﻓﻘﻴﻞ : ﻫﺬﺍ ﻋﻠﻲ ﺑﻦ ﺍﻟﺤﺴﻴﻦ ! ﻓﺠﻠﺲ ﻣﻜﺎﻧﻪ ﻭﻗﺎﻝ : ﺭﺩﻭﻩ ﺇﻟﻲ , ﻓﺮﺩﻭﻩ , ﻓﻘﺎﻝ ﻟﻪ : ﻳﺎ ﻋﻠﻲ ﺑﻦ ﺍﻟﺤﺴﻴﻦ ﺇﻧﻲ ﻟﺴﺖ ﻗﺎﺗﻞ ﺃﺑﻴﻚ، ﻓﻤﺎ ﻳﻤﻨﻌﻚ ﻣﻦ ﺍﻟﻤﺼﻴﺮ ﺇﻟﻲ ! ﻓﻘﺎﻝ ﻋﻠﻲ ﺑﻦ ﺍﻟﺤﺴﻴﻦ ‏( علیه ‌السلام ‏) : ﺇﻥ ﻗﺎﺗﻞ ﺃﺑﻲ ﺃﻓﺴﺪ ﺑﻤﺎ ﻓﻌﻠﻪ ﺩﻧﻴﺎﻩ ﻋﻠﻴﻪ، ﻭﺃﻓﺴﺪ ﺃﺑﻲ ﻋﻠﻴﻪ ﺑﺬﻟﻚ ﺁﺧﺮﺗﻪ، ﻓﺈﻥ ﺃﺣﺒﺒﺖ ﺃﻥ ﺗﻜﻮﻥ ﻛﻬﻮ ﻓﻜﻦ , ﻓﻘﺎﻝ : ﻛﻼ، ﻭﻟﻜﻦ ﺻﺮ ﺇﻟﻴﻨﺎ ﻟﺘﻨﺎﻝ ﻣﻦ ﺩﻧﻴﺎﻧﺎ , ﻓﺠﻠﺲ ﺯﻳﻦ ﺍﻟﻌﺎﺑﺪﻳﻦ ﻭﺑﺴﻂ ﺭﺩﺍﺀﻩ ﻓﻘﺎﻝ : ﺍﻟﻠﻬﻢ ﺃﺭﻩ ﺣﺮﻣﺔ ﺃﻭﻟﻴﺎﺋﻚ ﻋﻨﺪﻙ ! ﻓﺈﺫﺍ ﺭﺩﺍﺀﻩ ﻣﻤﻠﻮﺀ ﺩﺭﺭﺍً ﻳﻜﺎﺩ ﺷﻌﺎﻋﻬﺎ ﻳﺨﻄﻒ ﺍﻻﺑﺼﺎﺭ ! ﻓﻘﺎﻝ ﻟﻪ : ﻣﻦ ﺗﻜﻮﻥ ﻫﺬﻩ ﺣﺮﻣﺘﻪ ﻋﻨﺪ ﺍﻟﻠﻪ ﻳﺤﺘﺎﺝ ﺇﻟﻰ ﺩﻧﻴﺎﻙ؟ ! ﺛﻢ ﻗﺎﻝ : ﺍﻟﻠﻬﻢ ﺧﺬﻫﺎ، ﻓﻼ ﺣﺎﺟﺔ ﻟﻲ ﻓﻴﻬﺎ .

ﺍﻟﺨﺮﺍﺋﺞ ﻭﺍﻟﺠﺮﺍﺋﺢ ﺝ 1 ﺹ 255 ,

*હ. ઈ. મોહમ્મદ બાકિર અ.સ.* :

“અબ્દુલ મલિક બિન મરવાન ખાને કાબા નો તવાફ કરી રહ્યો હતો અને *હ.ઈ. ઝૈનુલ આબેદીન અ.સ.* તેની સામે તવાફ કરી રહ્યા હતા પરંતુ આપ અબ્દુલ મલિક તરફ ધ્યાન નહોતા આપી રહ્યા. અબ્દુલ મલિક ઈમામ ના ચહેરા ને નહોતો ઓળખતો. આથી તેણે પૂછ્યું કે :

“આ કોણ છે કે જે આપણી સામે તવાફ કરી રહ્યા છે પરંતુ આપણા તરફ ધ્યાન પણ નથી આપી રહ્યા ?”

લોકો : “ તેઓ અલી ઇબ્નુલ હુસૈન અ.સ. છે.”

અબ્દુલ મલિક બેસી ગયો અને તેણે કહ્યું : “તેઓ ને મારી પાસે લાવો.”

લોકો ઈમામ ને તેની પાસે લઈ ગયા.

અબ્દુલ મલિક : અય અલી ઇબ્નુલ હુસૈન ! હું આપ ના પિતા નો કાતિલ નથી તો પછી કઈ બાબત આપ ને મારી પાસે આવવા થી રોકે છે ?”

ઈમામ : “મારા પિતા ના કાતિલે તેન કાર્ય થી તેની દુનિયા ને ખરાબ કરી જ્યારે કે તેના કરતુત ને લીધે મારા પિતા એ તેની આખેરત ખરાબ કરી. અગર તું પણ તેની જેવો થવા ચાહતો હો તો થઈ શકે છે.”

અબ્દુલ મલિક : “કદી નહી. બલકે આપ અમારી સાથે જોડાઈ જાઓ અને અમારી દુનિયા ને માણો.”

આથી ઈમામ બેસી ગયા અને આપની રીદા ને ફેલાવી અને કહ્યું :

*“અય અલ્લાહ ! તું તેને તારા અવલીયા ની તારી નજીક જે હુરમત છે તે બતાવી દે.”*

*આથી રીદા ઝળહળતા મોતીઓ થી ભરાઈ ગઈ. તેની ચમક એટલી હતી કે લોકો ને લગભગ અંધ બનાવી દીધા હતા.*

પછી ઈમામે તેને કહ્યું :

“જે કોઈ ની અલ્લાહ ની નજીક આવી હુરમત હોય તેને તારી દુનિયા ની શું જરૂર હોય ?”

પછી ફરમાવ્યુ :

“અય અલ્લાહ ! તું આ (પરત ) લઈ લે કે મને આની કોઈ જરૂર નથી.”

(અલ ખરાએજો વલ જરાએહ ભાગ ૧ પા ૨૫૫ )

Comments

Popular posts from this blog

તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે

ઝાએરીન ખાસ વાંચે...