24 Zilhujja Eid E Mubahila
*ચોવીસમી ઝીલ્હજ્જના બનાવો(ભાગ-૧)*
*૧. ઈદે મુબાહેલા*
આજના દિવસે અેહલેબય્ત (અ.સ.) એ નસારા એ નજરાન સાથે મુબાહેલો કર્યો હતો અને આજના દિવસેજ આયતે તત્હીર નાઝીલ થઇ હતી.
(મસારુશ્શિઅતે, પાના નં. ૨૨-૨૩, અલ અદદુલ કવીય્યહ, પાના નં. ૩૦૭-૩૦૮, મિસ્બાહે કફઅમી, ભાગ ૨, પાના નં. ૬૦૧, ફય્ઝુલ અલ્લામ, પાના નં. ૧૨૭-૧૨૯, ઝાદુલ મઆદ, પાના નં. ૨૮૭)
જયારે આયતે તત્હીર નાઝીલ થઇ તો રસુલે અકરમ (સ.અ.વ.) એ અલી (અ.સ.), જ. ઝહરા (સ.અ.), હસન (અ.સ.), અને હુસૈન (અ.સ.) ને સાથે રાખીને ફરમાવ્યું:
*“અલ્લાહુમ્મ હાઓલાએ અહલોબય્તી”*
*“અય અલ્લાહ ! આ મારા અેહલેબય્ત છે.”*
(તારીખુલ ખોલફા, પાના નં. ૧૬૯)
*ચોવીસમી ઝીલ્હજ્જના બનાવો(ભાગ-૨)*
*૨. અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.) એ પોતાની વીંટી ખેરાતમાં આપી.*
આજના દિવસે અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.) એ મસ્જીદે નબવીમાં રૂકુઅની હાલતમાં પોતાની વીંટી સાઈલને આપી દીધી અને આયએ વીલાયત (સુરે માએદા, આયત ૫૫) નાઝીલ થઈ.
(કલાએદુન નોહૂર, પાના નં. ૪૨૬)
અેહલે સુન્નતના મોટા આલીમો તે બાબતે એકમત છે કે આયએ વીલાયત અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.) ની શાનમાં નાઝીલ થઇ છે. તે આલીમોમાં ફખરુદ્દીન રાઝી, મોહમ્મદ સદર આલીમ, ઇબ્ને મરદુયા, ખતીબે બગદાદી, ઇબ્ને અસાકીર, ઇબ્ને મગાઝેલી, અબુ લય્સે સમરકંદી, સિબ્તે ઇબ્ને જવઝી, શહાબુદ્દીન અહમદ, ઇબ્ને સબ્બાગ, અબુ નઈમ, મુલ્લા કુશંજી, સમઆની, વાકેદી, બય્હકી, નેસાઈ, ખ્વારઝમી, તબરી, તબરસી, કલ્બી, હમુઈ વિગેરે શામેલ છે.
*ચોવીસમી ઝીલ્હજ્જના બનાવો(ભાગ-૩)*
*૩. સુરએ હલ અતા (દહર) નું નાઝીલ થવું.*
આજના દિવસે અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.), જ.ઝેહરા (સ.અ.), ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) ની શાનમાં સુરએ દહર નાઝીલ થયો હતો.
(ઝાદુલ મઆદ, પાના નં.૩૦૧)
આ બનાવ તેમના ૩ દિવસ રોઝા રાખવા અને ત્રણેય દિવસ ઇફતાર વખતે મીસ્કીન, યતીમ અને અસીરને પોતાનો ખોરાક આપવા પછી આ સુરો તેમની શાનમાં નાઝીલ થયો હતો અને સાથે જન્નતથી ખાણું પણ નાઝીલ થયું.
(તવઝીહુલ મકાસીદ, પાના નં. ૩૨, મસારુશશીઅતે, પાના નં. ૨૩, મીસ્બાહુલ મુતહજજીદ, પાના નં. ૭૧૨)
ઈમામ સાદીક (અ.સ.) ફરમાવે છે :
*તે પ્યાલો કે જેમાં જન્નતનું ખાણું નાઝીલ થયું હતું તે અ મારી પાસે છે અને હ. સાહેબુલ અમ્ર (અ.સ.) તેને જાહેર કરશે અને તેમાંથી જન્નતનો ખોરાક ખાશે.*
(ઝાદુલ મઆદ, પાના નં.૩૦૧)
Comments
Post a Comment