*Azadair & Giriya*

*બીસ્મિલ્લાહિર રહમાનીર રહીમ*

💦😭

*શું અઝાદારી માં ગીર્યા કરવું એ જાએઝ છે ?*  *ભાગ - 1*

જયારે પણ માહે મોહર્રમુલ હરામ નો ચાંદ ફલક પર નમુદાર થાય છે ત્યારે તમામ મોહિબ્બાને ઈ. હુસૈન અ.સ. ફર્શે અઝા બિછાવે છે અને કાળા કપડા ધારણ કરી લે છે અને *દરેક ની આંખ માં થી આંસુ વહેવા લાગે છે. હ. ઈમામ હુસૈન અ.સ. નુ ફક્ત નામ સાંભળીને જ આંખોમાંથી આંસુ વહેવા લાગે છે.*

પણ અફસોસ ની વાત એ છે કે ત્યારે અમુક એવી અવાજો પણ સાંભળવા મળે છે કે જે અઝાદારી ઉપર એતેરાઝ કરતા કહે છે કે :

*શિઆ ઈ. હુસૈન અ.સ. પર ગીર્યા કરે છે તો શું તેઓ કોઇ  શરઈ દલીલ ધરાવે છે કે ફક્ત લાગણી ના આવેશ માં જ રુદન કરે છે ?*

અગર કોઇ  શરઈ દલીલ ધરાવે છે તો તે શું છે ?

શું શિઆ ના ઈમામો એ પણ અઝાદારી માં ગીર્યા કર્યું છે ?

*આ એઅતેરાઝ ના જવાબ માં આપણે ઇન્શાઅલ્લાહ એવી શરઈ દલીલ રજુ કરીશું કે જે દલીલો ફક્ત શીઆ કિતાબો થી જ નહિ પરંતુ ગેર શિઆ કિતાબ થી રજુ કરીશું* કે જેના થી એ સાબિત થઇ જશે કે *અઝાદારી માં ગીર્યા કરવું એ સુન્નતે રસુલ સ.અ.વ. અને સીરતે સહાબા છે અને તે તેમની વિશ્વાસપાત્ર કિતાબો માં જ મૌજુદ છે.* આ ઉપરાંત તેમની જ કિતાબ માં થી ઈમામો અ.મુ.સ. ના ગીર્યા કરવાની દલીલ પણ રજુ કરીશું.

*ગીર્યા કરવું – રડવું એ સીરતે નબવી છે* :

- ﺍﺑﻦ ﻣﺎﺟﻪ ‏( ۲۷۵ ﻩ ‏) ﺑﻪ ﺍﺳﻨﺎﺩﺵ ﺍﺯ ﺳﻌﺪﺑﻦ ﺍﺑﯽ ﻗﺎﺹ ﻧﻘﻞ ﻣﯽ ﮐﻨﺪ ﮐﻪ ﺭﺳﻮﻝ ﺧﺪﺍ ﺻﻠﯽ ﺍﻟﻠﻪ ﻋﻠﯿﻪ ﻭ ﻟﻪ ﻓﺮﻣﻮﺩﻧﺪ : ﮔﺮﯾﻪ ﮐﻨﯿﺪ ﻭ ﺍﮔﺮ ﮔﺮﯾﻪ ﻧﮑﺮﺩﯾﺪ ﺧﻮﺩ ﺭﺍ ﺑﻪ ﮔﺮﯾﻪ ﺑﺰﻧﯿﺪ ‏( ﺗﺒﺎﮐﯽ ‏) ‏[ ۲ ‏]

સઅદ બિન અબી વક્કાસ થી નકલ કરવા માં આવ્યું છે કે *હ. રસુલે ખુદા સ.અ.વ.* એ ફરમાવ્યું :

*“તમો ગીર્યા કરો અને ગીર્યા નથી કરતા તો ગીર્યા કરવા જેવી સુરત બનાવો.”*

હવાલો :

[2] سنن ابن ماجه کتاب الزهد باب 19 ح 4196

*હ. રસુલે ખુદા સ.અ.વ. નું ગીર્યા કરવા ની છૂટ આપવી* :

- ﺍﺯ ﺍﺑﻮﻫﺮﯾﺮﻩ ﻧﻘﻞ ﺷﺪﻩ ﺍﺳﺖ ﮐﻪ ﺑﺎ ﺭﺳﻮﻝ ﺧﺪﺍ ﺻﻠﯽ ﺍﻟﻠﻪ ﻋﻠﯿﻪ ﻭ ﺍﻟﻪ ﺑﺮ ﺟﻨﺎﺯﻩ ﺍﯼ ﺣﺎﺿﺮ ﺷﺪﻡ، ﻋﻤﺮ ﺯﻧﯽ ﺭﺍ ﺩﯾﺪ ﮐﻪ ﮔﺮﯾﻪ ﻣﯽ ﻧﻤﻮﺩ، ﺑﺮ ﺍﻭ ﻓﺮﯾﺎﺩ ﮐﺸﯿﺪ، ﺍﻣﺎ ﺭﺳﻮﻝ ﺧﺪﺍ ﺻﻠﯽ ﺍﻟﻠﻪ ﻋﻠﯿﻪ ﻭ ﺍﻟﻪ ﻓﺮﻣﻮﺩﻧﺪ : ﺍﯼ ﻋﻤﺮ ﺍﻭ ﺭﺍ ﻭﺍﮔﺬﺍﺭ، ﻫﻤﺎﻧﺎ ﭼﺸﻢ ﮔﺮﯾﺎﻥ ﺍﺳﺖ ﻭ ﻧﻔﺲ ﺩﺍﻏﺪﯾﺪﻩ ﻭ ﻋﻬﺪ ﻧﺰﺩﯾﮏ ﻣﯽ ﺑﺎﺷﺪ ‏[ ۳ ‏] ؛ ﺣﺎﮐﻢ ﻧﯿﺸﺎﺑﻮﺭﯼ ‏( ۴۰۵ ‏) ﺍﯾﻦ ﺣﺪﯾﺚ ﺭﺍ ﺻﺤﯿﺢ ﺩﺍﻧﺴﺘﻪ ﺍﺳﺖ . ‏[ ۴ ‏]

અબુ હુરૈરા થી નકલ કરવામાં આવ્યું છે કે તેણે કહ્યું :

“હું હ. રસુલે ખુદા સ.અ.વ. ની સાથે એક જનાઝા માં હાજર થયો. બીજા ખલીફા એ એક ઔરત ને જોઈ કે જે ગીર્યા કરી રહી હતી આથી તે ઔરત પર ચીખવા લાગ્યા. આથી હ. રસુલે ખુદા સ.અ.વ. એ ફરમાવ્યું :”અય ઉમર ! *તેણી ને છોડી દો. કારણ કે તેણી ની આંખ રડી રહી છે અને તેણી ને સદમો લાગેલ છે...”*

હવાલો :

[4] سنن ابن ماجه کتاب جنائز باب 53 ح 1587 / سنن البیهقی ج 5 کتاب الجنائز ج 7260 ص 440 / مستدرک حاکم ج 1 کتاب الجنائز ح 1437

( વધુ ઇન્શાઅલ્લાહ હવે પછી ના મેસેજ મા...)

Comments

Popular posts from this blog

Imam husain was a 7th century revulutionary Leader

અય અલ્લાહ ! તું તેને તારા અવલીયા ની તારી નજીક જે હુરમત છે તે બતાવી દે.

Imam E Zamana a.s. : My Uncle H.Abbas a.s. stand here..