Azadari & Giriya Part 2
💦😭
*શું અઝાદારી માં ગીર્યા કરવુ એ જાએઝ છે ? ભાગ - 2*
*હ. રસુલે ખુદા સ.અ.વ. નું તેમના ફરઝંદ ઈબ્રાહીમ ની માટે ગીર્યા કરવુ*
- ﺍﺯ ﺟﺎﺑﺮ ﻧﻘﻞ ﻣﯽ ﮐﻨﺪ ﮐﻪ ﺭﺳﻮﻝ ﺧﺪﺍ ﺻﻠﯽ ﺍﻟﻠﻪ ﻋﻠﯿﻪ ﻭ ﻟﻪ ﺑﺮﺍﯼ ﻓﺮﺯﻧﺪﺵ ﺍﺑﺮﺍﻫﯿﻢ ﮔﺮﯾﻪ ﻣﯽ ﻧﻤﻮﺩ؛ ﻋﺒﺪﺍﻟﺮﺣﻤﻦ ﺑﻦ ﻋﻮﻑ ﺑﻪ ﺍﻭ ﮔﻔﺖ : ﺍﯼ ﺭﺳﻮﻝ ﺧﺪﺍ ﺁﯾﺎ ﮔﺮﯾﻪ ﻣﯽ ﮐﻨﯿﺪ؟ ﺭﺳﻮﻝ ﺧﺪﺍ ﺻﻠﯽ ﺍﻟﻠﻪ ﻋﻠﯿﻪ ﻭ ﺍﻟﻪ ﺩﺭ ﺟﻮﺍﺏ ﻓﺮﻣﻮﺩﻧﺪ : ﮐﺴﯽ ﮐﻪ ﺭﺣﻢ ﻧﮑﻨﺪ، ﺑﺮ ﺍﻭ ﺭﺣﻢ ﻧﻤﯽ ﮐﻨﻨﺪ، ﺍﯼ ﺍﺑﺮﺍﻫﯿﻢ ! ....... ﺑﺮﺍﯼ ﺗﻮ ﺑﯿﺸﺘﺮ ﺍﺯ ﺍﯾﻦ ﺍﻧﺪﻭﻫﮕﯿﻦ ﻣﯽ ﮔﺸﺘﻢ ﻭ ﻣﺎ ﺑﺮﺍﯼ ﺗﻮ ﻏﻤﻨﺎﮐﯿﻢ، ﭼﺸﻢ ﮔﺮﯾﻪ ﻣﯽ ﮐﻨﺪ ﻭ ﻗﻠﺐ ﻧﺎﺭﺍﺣﺖ ﺍﺳﺖ ﻭﻟﯽ ﺳﺨﻨﯽ ﻧﻤﯽ ﮔﻮﯾﻢ ﮐﻪ ﻣﻮﺟﺐ ﺧﺸﻢ ﭘﺮﻭﺭﺩﮔﺎﺭ ﺑﮕﺮﺩﺩ . [ ۶ ]
જ. જાબીર :
*“હ. રસુલે ખુદા સ.અ.વ. તેમના ફરઝંદ ઈબ્રાહીમ ની માટે ગીર્યા કરતા હતા.* આથી અબ્દુર રહેમાન બિન ઔફ એ તેઓને કહ્યું :
*“અય અલ્લાહ ના રસુલ ! શું આપ ગીર્યા કરી રહ્યા છો ?”*
આપે જવાબ માં ફરમાવ્યું :
*“ જે કોઈ રહેમ નથી કરતા તેના ઉપર રહેમ નથી કરવામાં આવતો.* અય ઈબ્રાહીમ ! ...... *હું આ કરતા પણ વધારે તારા માટે ગમગીન થતે. અમે તારા માટે ગમગીન છીએ અને આંખ રડી રહી છે અને દિલ બેચેન છે પરંતુ હું કોઈ એવી વાત નહિ કહું કે જે પરવરદિગાર ના ગઝબ નું કારણ બને.”*
હવાલો :
[6] المصنف ج 3 کتاب الجنائز باب 196 ح 2/ سنن بیهقی ج 5 کتاب الجنائز ح 7252.
*હ. રસુલે ખુદા સ.અ.વ. નું જ. હમ્ઝા માટે ગીર્યા કરવું*
- ﺑﻪ ﺍﺳﻨﺎﺩﺵ ﺍﺯ ﻋﺒﺪﺍﻟﻠﻪ ﺑﻦ ﻋﻤﺮ ﻧﻘﻞ ﻣﯽ ﮐﻨﺪ : ﻫﻨﮕﺎﻣﯽ ﮐﻪ ﺭﺳﻮﻝ ﺧﺪﺍ ﺻﻠﯽ ﺍﻟﻠﻪ ﻋﻠﯿﻪ ﻭ ﺍﻟﻪ ﺍﺯ ﺟﻨﮓ ﺍﺣﺪ ﺑﺎﺯ ﻣﯽ ﮔﺸﺖ، ﻣﺸﺎﻫﺪﻩ ﻧﻤﻮﺩ ﺯﻧﺎﻥ ﺑﻨﯽ ﻋﺒﺪﺍﻷﺷﻬﻞ ﺑﺮ ﺷﻬﺪﺍﯼ ﺧﻮﺩ ﮔﺮﯾﻪ ﻣﯽ ﮐﻨﺪ، ﻓﺮﻣﻮﺩﻧﺪ : ﮐﺴﯽ ﺑﺮ ﺣﻤﺰﻩ ﮔﺮﯾﻪ ﻧﻤﯽ ﮐﻨﺪ؟ ! ﭘﺲ ﻫﻤﻪ ﯼ ﺯﻧﺎﻥ ﺍﻧﺼﺎﺭ ﺑﺮﺍﯼ ﺣﻤﺰﻩ ﺑﻪ ﮔﺮﯾﻪ ﻭ ﺯﺍﺭﯼ ﭘﺮﺩﺍﺧﺘﻨﺪ . [ ۸ ]
જયારે હ.રસુલે ખુદા સ.અ.વ. જંગે ઓહદ માંથી પરત ફર્યા તો આપે જોયુ કે બની અશહલ ની ઔરતો તેમના શહીદો ઉપર ગીર્યા કરી રહી હતી. આથી આપ સ.અ.વ. એ ફરમાવ્યું :
*“કોઈ હમઝા પર ગીર્યા નથી કરી રહ્યું ?”*
*આથી અનસાર ની તમામ ઔરતો જ. હમઝા પર ગીર્યા વ ઝારી કરવા લાગી.”*
હવાલો :
[8] المصنف ج 3 کتاب الجنائز باب 196 ح 5/ سنن بیهقی ج 5 کتاب الجنائز ح 7255/ مستدرک حاکم ج 1 کتاب الجنائز ح 1438.
( વધુ ઇન્શાઅલ્લાહ હવે પછી ના મેસેજ મા )
Comments
Post a Comment