Azadaro pe Imam Husain a.s. ki Khas Inayat

*અઝાદારો ઉપર હ. ઈમામ હુસૈન અ.સ. ની ખાસ ઇનાયત*

عنایت خاص امام حسین
علیه السلام به عزاداران
مرحوم آیه اللّه حاج سید محمد کاظم قزوینی، از یک پزشک عراقی مقیم کربلا نقل فرمود که در کربلا مطب داشت، و مطبّ
او متّصل به خانه اش بود و راه ورود منزلش از داخل مطب بود.
او همه ساله معجونی درست می کرد و آن را به سرِ عزاداران می زد تا در بهبودي جراحتشان موءثّر باشد.
یک سال در ایّام عاشورا به شدّت مریض می شود و در منزل بستري می شود.
روز عاشورا به یکی از دوستانش تلفن می کند که این معجون را او ببرد و بر سر عزاداران بمالد.
به همسرش می گوید که در مطب یک ظرف پنج لیتري هست، آن را به آن شخص بدهد.
آن شخص می آید و آن معجون را می گیرد و بر سر عزاداران می مالد.
طرف عصر تا حدّي بهبودي حاصل می کند و با تکیه به عصا به سوي حرم حضرت سیّدالشّهدا علیه السلام عزیمت می کند.
وقتی از مطب عبور می کند، می بیند که آن معجون بر سر جایش هست.
از همسرش می پرسد: مگر این ظرف را به آن شخص ندادي؟ می گوید: چرا؟ می گوید: این ظرف که سرِ جایش هست.
ص: 75
همسرش می گوید: آن ظرف که در این طاقچه بود من به او دادم.
یک مرتبه فریاد می کشد: اي واي! آن تیزاب بود.
از شدّت ناراحتی زانوهایش سست می شود و روي زمین می نشیند، به دوستش تلفن می زند و با ترس و لرز از او می پرسد:
آن معجون را چه کردي؟ می گوید: طبق روال بر سر عزاداران مالیدم، می پرسد: نتیجه را چگونه دیدي؟ می گوید: بسیار
خوب و سریع بود و بهتر از سال هاي قبل!!

મર્હુમ આયતુલ્લાહ હાજ સય્યદ મોહમ્મદ કાઝીમ કઝ્વીની ઇરાક ના એક ડોકટર કે જે કરબલા માં દવાખાનું ધરાવતા હતા તેમનું દવાખાનું તેમના ઘર ની સાથે જોડાએલુ હતું. તેમના ઘર નો રસ્તો તેમના દવાખાના માંથી પસાર થતો હતો. *ડોકટર  પૂરું વર્ષ ખાંડ અથવા મધ માં એક  દવા તૈયાર કરતા હતા. જેથી અઝાદરો ના માથા ઉપર લગાવવા માં આવે અને તેમના માતમ ના ઝખ્મ સારા થઇ જાય.*

એક વર્ષ આશુરા ના દિવસો માં ડોકટર ખૂબ જ બીમાર પડી ગયા. અને બિસ્તર માં આરામ કરવો પડયો. આશુરા ના દિવસે ડોકટર એ તેમના એક મિત્ર ને ફોન કરી ને કહ્યું કે તેમના દવાખાના માં થી દવા લઇને અઝાદારો ના સર પર લગાવે.

તેમની પત્ની ને કહ્યું કે દવાખાના માં એક વાસણ પડ્યું છે જે તેના મિત્ર ને આપી દે.

તે મિત્ર આવ્યા અને તે વાસણ કે જેમાં દવા હતી તે લઇ ગયા અને અઝાદારો ના સર પર દવા લગાવી.

*ડોકટર  ને અસ્ર ના સમયે તબિયત થોડી સારી લાગી આથી તેમણે સય્યેદુશ્શોહદા હ. ઈમામ હુસૈન અ.સ. ના હરામ તરફ જવા નો ઈરાદો કર્યો.*

જયારે ઘર માંથી પસાર થયા ત્યારે જોયુ કે પેલી દવા તેની જગ્યા પર જ હતી.

આથી તેમની પત્ની ને પૂછ્યું કે 'શું તે દવા નથી આપી ?'

પત્ની : 'શા માટે ?'

ડોકટર  : “દવા તો તેની મૂળ જગ્યા પર જ છે.”

પત્ની :”મે પેલી બખોલ માં જે વાસણ હતું તે આપ્યું છે.”

ડોકટર   એક ચીખ મારી અને કહ્યુ : *"અરે ! એ વાસણ મા તેઝાબ હતો."*

તેમનું શરીર સુસ્ત પડી ગયું. જમીન પર બેસી ગયા અને તેમના મિત્ર ને ફોન કરી ને ડરતા ડરતા અને ધ્રુજતા અવાજે પૂછ્યું :

“પેલી દવા નું શું કર્યુ ? “

મિત્ર :

“હંમેશા મુજબ અઝાદારો ના સર પર લગાવી દીધી.”

ડોકટર  : “પરિણામ શું આવ્યું ?”

મિત્ર : *“ખૂબ જ સરસ. અને ઝડપી અસર કરી. અને આ પહેલા ના વર્ષો કરતા પણ બેહતર.”*

  (જર્રેઈ અઝ કરામાતે ઈમામ હુસૈન અ.સ. પા. ૭૫ )

Comments

Popular posts from this blog

Imam husain was a 7th century revulutionary Leader

અય અલ્લાહ ! તું તેને તારા અવલીયા ની તારી નજીક જે હુરમત છે તે બતાવી દે.

Imam E Zamana a.s. : My Uncle H.Abbas a.s. stand here..