Black Clothe Wearing In Mahe Aza..Part 1
🏴 *અઝાદારી માં કાળા કપડા પહેરવા* *ભાગ 1* 🏴
*બીસ્મિલ્લાહિર રહમાનીર રહીમ*
વર્ષો થી અઝાદારી એ સય્યેદુશ શોહદા અ.સ. માં *“ગમ નો કાળો લિબાસ”* પહેરવો એ તમામ શિઆ અને સોગવારે મઝલુમે કરબલા ની એક ઓળખ બની રહ્યો છે. અઈમ્મહ અ.મુ.સ. ની અઝાદારી માં તેઓ ની શહાદત ના દિવસો માં અને હ. ઈમામ હુસૈન અ.સ. અને શોહદા એ કરબલા ની અઝાદારી માં ૨ મહિના અને 8 દિવસ સુધી કાળા કપડા પહેરવા માં આવે છે.
પરંતુ અફસોસ ની વાત એ છે કે અઝાદારી ના વિરોધીઓ તરફ થી અઝાદારી પર અલગ અલગ વાંધાઓ ઉઠાવવા માં આવે છે. તેમાં થી *એક વાંધો એ પણ ઉઠાવવા માં આવે છે. કાળા કપડા પહેરવા એ યોગ્ય નથી. બિદઅત છે.*
આ વિરોધ નું કારણ અમુક સમયે હઠ ધર્મી ના લીધે હોઈ છે તો ક્યારેક તેનું કારણ ઇસ્લામી તારીખ અને અહાદીસ થી જેહાલત ના લીધે હોય છે. *અગર તટસ્થ રીતે ઇસ્લામી તારીખ, સીરતે નબવી અને અહાદીસ નો અભ્યાસ કરવા માં આવે તો પ્રકાશિત સૂર્ય ની જેમ આ બાબત સ્પષ્ટ થઇ જશે કે કાળા કપડા પહેરવા એ અઝાદારી નો એક મહત્વપૂર્ણ ભાગ છે.*
ઇન્શાઅલ્લાહ આપણે *આ વિરોધ ના જવાબ _ગૈર શિઆ કિતાબો ના હવાલા થી_ ટુંકાણ માં ચર્ચા કરીશું.*
૧. *હ. હમ્ઝા ની શહાદત પર ઔરતો નું કાળા કપડા પહેરવું* :
જંગે ઓહદ માં ઇસ્લામી લશ્કર ના ૭૦ જેટલા સિપાહીઓ શહીદ થયા હતા , તેમાં થી *હ. રસુલે ખુદા સ.અ.વ.* ના ચાચા હ. હમ્ઝા પણ શહીદ થયા હતા.
હ. રસુલે ખુદા સ.અ.વ. આ જંગ માં ઝખ્મી થયા હતા અને જયારે ગમગીન હાલત માં મદીના પરત આવ્યા ત્યારે મદીના ની ઔરતો એ હ. રસુલે ખુદા સ.અ.વ. ના ફરમાન મુજબ જ. હમ્ઝા પર ખૂબ જ રુદન કર્યું અને કાળા કપડા પણ પહેર્યા હતા.
ﺍﺯﻫﺮﻯ ﺍﺯ ﻟﻐﺖ ﺷﻨﺎﺳﺎﻥ ﻣﻌﺮﻭﻑ ﺳﯿﺎﻩﭘﻮﺷﻰ ﺩﺧﺘﺮ ﺍﻡ ﺳﻠﻤﻪ ﺭﺍ ﮔﺰﺍﺭﺵ ﮐﺮﺩﻩ ﺍﺳﺖ : ﻭﻓﯽ ﺍﻟﺤﺪﯾﺚ : ( ﺃﻥَّ ﺑﻨﺖ ﺃﺑﯽ ﺳَﻠَﻤﺔ ﺗَﺴَﻠَّﺒﺖْ ﻋﻠﻰ ﺣﻤﺰﺓ ﺛﻼﺛﺔَ ﺃﯾﺎﻡ، ﻓﺪﻋﺎﻫﺎ ﺭﺳﻮﻝُ ﺍﻟﻠﻪ ﺻﻠﻰ ﺍﻟﻠﻪ ﻋﻠﯿﻪ ﻭﺳﻠﻢ ﻭﺃﻣَﺮَﻫﺎ ﺃﻥ ﺗَﻨﺼَّﻰ ﻭﺗَﮑﺘَﺤِﻞ
હદીસ માં : *“અબી સલમાહ ની દુખ્તરે જ. હમ્ઝા ની શહાદત પર ત્રણ દિવસ સુધી કાળા કપડા પહેર્યા. ત્યાર બાદ હ. રસુલે ખુદા સ.અ.વ. એ તેને બોલાવી અને માથા માં કંઘી કરવા અને આંખ માં સુરમો લગાવવા કહ્યું હતુ.”*
હવાલો :
( ﺍﻷﺯﻫﺮﯼ، ﺃﺑﻮ ﻣﻨﺼﻮﺭ ﻣﺤﻤﺪ ﺑﻦ ﺃﺣﻤﺪ، ﺍﻟﻮﻓﺎﺓ : 370 ﻫـ، ﺗﻬﺬﯾﺐ ﺍﻟﻠﻐﺔ ، ﺝ 12 ، ﺹ 171 ،ﺗﺤﻘﯿﻖ : ﻣﺤﻤﺪ ﻋﻮﺽ ﻣﺮﻋﺐ، ﺩﺍﺭ ﺍﻟﻨﺸﺮ : ﺩﺍﺭ ﺇﺣﯿﺎﺀ ﺍﻟﺘﺮﺍﺙ ﺍﻟﻌﺮﺑﯽ - ﺑﯿﺮﻭﺕ، ﺍﻟﻄﺒﻌﺔ : ﺍﻷﻭﻟﻰ - 2001 ﻡ )
ઉપરોક્ત હદીસ માં તસલ્લુબ શબ્દ આવેલ છે જેનો અર્થ થાય છે કે “સ્ત્રીઓ દ્વારા માતમ માં કાળા કપડા પહેરવા.”
(વધુ ઇન્શાઅલ્લાહ હવે પછી ના મેસેજ માં..)
Comments
Post a Comment