ખુદાવંદે આલમે હ. કાસીમ અ.સ. ની ઇઝ્ઝત ના લીધે આ બાળક ને જીવિત કરી દીધું છે.

*..... ખુદાવંદે આલમે હ. કાસીમ અ.સ. ની ઇઝ્ઝત ના લીધે આ બાળક ને જીવિત કરી દીધું છે*

مرحوم آیت الله سید حسین شیخ الاسلام در کتاب مقتل امام حسین علیه السلام می نویسد:  حضرت آیت الله العظمی گلپایگانی که یکی از مفاخر اسلام و از بزرگان علماء تشیع و از مراجع بزرگ و از زعمای بسیار مفید و ارزشمند حوزه علمیه قم بوده فرمودند: امسال که ما طلابی را به ناحیه سمنان فرستاده بودیم، یکی از آنها به یک قریه رفته بود. در آنجا زنی بچه اش می میرد، بعد از مدتی که از منزل آن را به سوی غسالخانه می برند، غسال که مشغول غسل بچه است یک باره می بیند، بچه به حرکت آمد و زنده شد. با چه اشتیاقی این خبر به منزل برده می شود که می گویند: آری! مادر بچه متوسل به حضرت قاسم علیہ السلام  شده و یک گوسفند نذر نموده خداوند او را به آبروی آن حضرت زنده کرده است.[1]

مقتل امام حسین علیہ السلام، ص 260.

મર્હુમ આયતુલ્લાહ સય્યેદ હુસૈન શેખુલ ઇસ્લામ તેમની કિતાબ મકતલે ઈમામ હુસૈન અ.સ. માં લખે છે :

“હઝરત આયતુલ્લાહ ગુલપયગાની કે જેઓ શિઆ ના બુઝુર્ગ ઓલમા માંથી છે અને  મહાન મરાજેઅ માં થી છે અને કુમ શહેર ના હવ્ઝા એ ઈલ્મીયા ની  મુલ્યવાન શખ્સીય્ય્ત છે. તેઓ એ બયાન કર્યું હતું કે :

“આ વર્ષે જયારે અમોએ તાલિબે ઇલ્મ (હવ્ઝામાં ઇલ્મ હાસિલ કરનારાઓ) ને સિમનાન પ્રાંત તરફ મોકલ્યા હતા. તેઓમાંથી એક તાલીબે ઇલ્મ એક ગામડા માં ગયા હતા.  તે ગામડા માં એક ઔરત નું બાળક મૃત્યુ પામ્યું હતું. અમુક સમય પછી તે બાળક ને ઘરે થી ગુસ્લખાના માં લઇ ગયા. જયારે ગુસ્લ્ખાના માં *ગસ્સાલ બાળક ને ગુસ્લ આપી રહ્યો હતો ત્યારે બાળક હલનચલન કરવા લાગ્યું અને જીવિત થઇ ગયું.*

ખૂબ જ ખુશી ની સાથે આ ખબર બાળક ના ઘરે પહોચાડવામાં આવી ત્યારે ઘર ના લોકો એ કહ્યું :

*“હા, બાળક ની માતા એ જ. કાસીમ અ.સ. થી તવસ્સુલ કર્યું હતું અને એક ગોસ્ફંદ ઝબહ કરવાની નઝર કરી હતી. ખુદાવંદે આલમે હ. કાસીમ અ.સ. ની ઇઝ્ઝત ના લીધે આ બાળક ને જીવિત કરી દીધું છે.”*

(મકતલે ઈમામ હુસૈન અ.સ. પા ૨૬૦ )

Comments

Popular posts from this blog

તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે

ઝાએરીન ખાસ વાંચે...