તમે મારા ફરઝંદ અબુ અબ્દીલ્લાહીલ હુસૈન અ.સ. ની અઝાદારી માં અવરોધરુપ થયા છો ?

*તમે મારા ફરઝંદ અબુ અબ્દીલ્લાહીલ હુસૈન અ.સ. ની અઝાદારી માં અવરોધરુપ થયા છો ?*

શેખ મુર્તઝા અન્સારી કે
જે બુઝુર્ગ શિયા આલીમ છે . ફિકહ અને ઉસુલ ના ઉસ્તાદ અને મરાજેએ ઉઝ્ઝામ ફતવા આપવા માટે તેમની કિતાબ ‘મકાસીબ’ અને ‘રસાએલ’ નાં મોહતાજ હોય છે. તેમના વિષે શબે આશુર ન એક બનાવ જોવા મળે છે કે :

હર સાલ શબે તાશુઆ (નવમી મોહર્રમ ની રાત ) અને શબે આશુરા શેખ મુર્તઝા અન્સારી (શેખે આઝમ). નાં ઘરે મજલીસ થતી અને ત્યાર બાદ સીનાઝની, માતમ અને નૌહા થતા.

એક વર્ષ આશુરા ની રાત્રે મજલીસ લંબાઈ ગઈ અને પડોશી ની કાળજી રાખવા માટે કે તેમને તકલીફ ન થાય , શેખે કહ્યું કે આજે રાત્રે સીનાઝની-માતમ ન કરવામાં આવે.
મજલીસ માં આવેલા લોકો વિખેરાઈ ગયા અને સીનાઝની ન થઇ. શેખ ની તે રાત્રે આંખ લાગી ગઈ અને હજુ થોડી વાર નહોતી થઇ કે તે ઊંઘ માંથી જાગ્યા અને કહ્યું કે :

“જે લોકો મજલીસ માં આવેલા તેમને ભેગા કરો અને સીનાઝની અને નૌહાખાની કરવામાં આવે. દરેક ને શરબત આપો અને ખાવા માટે પઝીરાઈ કરવામાં આવે.”

મજલીસ માં આવેલા માંથી થોડા લોકો ને ભેગા કરવામાં આવ્યા અને સીનાઝાની કરવા લાગ્યા. ખુદ શેખ મુર્તઝા અન્સારી પણ સીનાઝની કરવામાં શામિલ થયા.
જ્યારે તેમને કારણ પૂછવામાં આવ્યું તો કહ્યું કે :

*“મેં સ્વપ્ન માં હ.સીદ્દીકા તાહેરા ફાતેમાહ ઝહરા સલામુલ્લાહે અલયહા ને જોયા* કે તેમણે મને ફરમાવ્યું :

*“શેખ મુર્તઝા ! તમે મારા ફરઝંદ અબુ અબ્દીલ્લાહીલ હુસૈન અ.સ. ની અઝાદારી માં અવરોધરુપ થયા છો ?”*

મેં કહ્યું : ‘નહિ’

આથી હું ઊંઘ માંથી જાગ્યો અને હ. ફાતેમહ ઝહરા સ.અ. થી શર્મ અનુભવું છું કે શબે આશુરા મેં અઝાદારી ન કરી અને સુઈ ગયો.

આ કારણે *જ્યાં સુધી શેખ મુર્તઝા અન્સારી હયાત રહ્યા ત્યાં સુધી કદી પણ શબે આશુરા ના મજલીસ ખત્મ થયા પછી સીનાઝની કરવાનું છોડ્યું નહિ.*

(એહરામે મોહર્રમ પા ન ૧૦૫, અય્નલ બોકાઉન પા ન ૧૨૪ )

Comments

Popular posts from this blog

તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે

ઝાએરીન ખાસ વાંચે...