હ.રસુલે ખુદા સ.અ.વ. ની ખિદમત માં જ્યારે ઈ. હુસૈન અ.સ. દાખલ થતા તો.

*હ.રસુલે ખુદા સ.અ.વ. ની ખિદમત માં જ્યારે ઈ. હુસૈન અ.સ. દાખલ થતા તો...*

ﻋﻦ ﻋﺒﺪ ﺍﻟﻠﻪ ﺑﻦ ﻣﺤﻤﺪ ﺍﻟﺼﻨﻌﺎﻧﻲ , ﻋﻦ ﺃﺑﻲ ﺟﻌﻔﺮ ‏( علیه ‌السلام ‏) : ﻛﺎﻥ ﺭﺳﻮﻝ ﺍﻟﻠﻪ ‏( صلی اللہ علیہ و آلہ ‏) ﺇﺫﺍ ﺩﺧﻞ ﺍﻟﺤﺴﻴﻦ ‏( علیه ‌السلام ‏) ﺟﺬﺑﻪ ﺇﻟﻴﻪ، ﺛﻢ ﻳﻘﻮﻝ ﻷﻣﻴﺮ ﺍﻟﻤﺆﻣﻨﻴﻦ ‏( علیه ‌السلام ‏) : ﺃﻣﺴﻜﻪ، ﺛﻢ ﻳﻘﻊ ﻋﻠﻴﻪ ﻓﻴﻘﺒﻠﻪ ﻭﻳﺒﻜﻲ . ﻳﻘﻮﻝ : ﻳﺎ ﺃﺑﻪ ! ﻟﻢ ﺗﺒﻜﻲ؟ ﻓﻴﻘﻮﻝ : ﻳﺎ ﺑﻨﻲ ! ﺍﻗﺒﻞ ﻣﻮﺿﻊ ﺍﻟﺴﻴﻮﻑ ﻣﻨﻚ ﻭﺃﺑﻜﻲ . ﻗﺎﻝ : ﻳﺎ ﺃﺑﻪ ! ﻭﺍﻗﺘﻞ؟ ﻗﺎﻝ : ﺇﻱ ﻭﺍﻟﻠﻪ، ﻭﺃﺑﻮﻙ ﻭﺃﺧﻮﻙ ﻭﺃﻧﺖ .
ﻛﺎﻣﻞ ﺍﻟﺰﻳﺎﺭﺍﺕ ﺹ 70 ,

*હ. ઈ. મોહમ્મદ બાકીર અ.સ.* :

“ *હ.રસુલે ખુદા સ.અ.વ.* ની ખિદમત માં જ્યારે *ઈ. હુસૈન અ.સ.* દાખલ થતા તો તેમને પકડી લેતા અને પછી *હ. અમીરુલ મોમેનીન અ.સ.* ને ફરમાવતા કે
‘તેમને પકડી રાખો.’

પછી આપ સ.અ.વ. ઈ. હુસૈન અ.સ. પર ઝુકી ને તેમને બોસા લેતા અને ગીર્યા કરતા.”

ઈ. હુસૈન અ.સ. એ પૂછ્યું :

“જ્દ્દે બુઝુર્ગવાર ! આપ શા માટે ગીર્યા કરી રહ્યા છો ?”

આપ સ.અ.વ. :

“હું (તમારા શરીર ની) એ જગ્યા ને ચૂમી રહ્યો છું કે જેના પર તલવારના ઘાવ લાગશે ને (તેથી) હું રડી રહ્યો છું .”

ઈ. હુસૈન અ.સ.:

“જ્દ્દે બુઝુર્ગવાર ! શું મને શહીદ કરવા માં આવશે ?”

આપ સ.અ.વ. :

“ હા,અલ્લાહ ની કસમ ! તમારા પિતા ને તથા તમારા ભાઈ ને અને તમને પણ શહીદ કરવા માં આવશે”

(કામીલુઝ ઝીયારાત પા ૭૦ )

Comments

Popular posts from this blog

તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે

ઝાએરીન ખાસ વાંચે...