*ખાક ખુન થઈ ગઈ*

*સચ્ચે વાકેઆત* 2⃣5⃣1⃣

*ખાક ખુન થઈ ગઈ:*

❣સઈદ બીન જુબૈરે જનાબ અબ્દુલ્લા બીન અબ્બાસથી રિવાયત કરી છે કે મેં નબી (સ.અ.વ.)ના બીબી જનાબ ઉમ્મે સલમાના ઘરમાંથી રડવાનો અવાજ સાંભળ્યો. ઘરેથી નીકળી અને જોયું તો બધા સ્ત્રી પુરૂષો તેમના ઘરની તરફ જઈ રહ્યા હતા. મેં અરજ કરી, એ ઉમ્મુલ મોઅમેનીન આપ આ રીતે શા માટે રડી રહ્યા છો? તેમણે કંઈ જવાબ ન આપ્યો અને બની અબ્દુલ મુત્તલીબની સ્ત્રીઓને કહ્યું કે મારી સાથે રડો અને કલ્પાંત કરો. તમારા આકા, જન્નતના સરદાર રસુલ (સ.અ.વ.)ના ફરઝંદ હુસયન (અ.સ.) શહીદ કરી દેવામાં આવ્યા.

❣લોકોએ તેમને પૂછયું કે આપને આ ખબર કયાંથી મળી. આપે કહ્યું: ‘મેં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ને સ્વપ્નમાં જોયા કે તેમના માથા ઉપર ધુળ અને માટી છે. મેં પુછયું, તો ફરમાવ્યું કે મારા દીકરા હુસયન (અ.સ.)ને કત્લ કરી દેવામાં આવ્યા. હું તરત જ અંદર ગઈ. જીબ્રઈલે અમીને જે તુરબત આપી હતી તે જોઈ. ત્યાં તાજુ અને ઘટ્ટ લોહી દેખાણું. કારણ કે મને ફરમાવ્યું હતું કે જ્યારે આ ખાક ખુન થઈ જાય તો સમજી લેવું કે હુસયન (અ.સ.) કત્લ કરી દેવામાં આવ્યા.’ જનાબે ઉમ્મે સલમાએ આ ખુન પોતાના ચહેરા ઉપર મસળી લીધું.

📙(આમાલીએ શયખ તુસી 1/322)

Comments

Popular posts from this blog

Imam husain was a 7th century revulutionary Leader

અય અલ્લાહ ! તું તેને તારા અવલીયા ની તારી નજીક જે હુરમત છે તે બતાવી દે.

Imam E Zamana a.s. : My Uncle H.Abbas a.s. stand here..