અમારી કરબલા ની મુસીબત જેવો કોઈ દિવસ નથી...

*અમારી કરબલા ની મુસીબત જેવો કોઈ દિવસ નથી*

ﻋﻦ ﺍﻟﻤﻔﻀﻞ ﺑﻦ ﻋﻤﺮ , ﻋﻦ ﺃﺑﻲ ﻋﺒﺪ ﺍﻟﻠﻪ ‏( علیه ‌السلام ‏) ﻓﻲ ﺣﺪﻳﺚ ﻃﻮﻳﻞ , ﻗﺎﻝ ﺍﻟﻤﻔﻀﻞ : ﻳﺎ ﺍﺑﻦ ﺭﺳﻮﻝ ﺍﻟﻠﻪ , ﺇﻥ ﻳﻮﻣﻜﻢ ﻓﻲ ﺍﻟﻘﺼﺎﺹ ﻷﻋﻈﻢ ﻣﻦ ﻳﻮﻡ ﻣﺤﻨﺘﻜﻢ، ﻓﻘﺎﻝ ﻟﻪ ﺍﻟﺼﺎﺩﻕ ‏( علیه ‌السلام ‏) : ﻭﻻ ﻛﻴﻮﻡ ﻣﺤﻨﺘﻨﺎ ﺑﻜﺮﺑﻼﺀ , ﻭﺇﻥ ﻛﺎﻥ ﻳﻮﻡ ﺍﻟﺴﻘﻴﻔﺔ ﻭﺇﺣﺮﺍﻕ ﺍﻟﻨﺎﺭ ﻋﻠﻰ ﺑﺎﺏ ﺃﻣﻴﺮ ﺍﻟﻤﺆﻣﻨﻴﻦ ﻭﺍﻟﺤﺴﻦ ﻭﺍﻟﺤﺴﻴﻦ ﻭﻓﺎﻃﻤﺔ ﻭﺯﻳﻨﺐ ﻭﺃﻡ ﻛﻠﺜﻮﻡ ﻭﻓﻀﺔ , ﻭﻗﺘﻞ ﻣﺤﺴﻦ ﺑﺎﻟﺮﻓﺴﺔ ﺃﻋﻈﻢ ﻭﺃﺩﻫﻰ ﻭﺃﻣﺮ، ﻷﻧﻪ ﺃﺻﻞ ﻳﻮﻡ ﺍﻟﻌﺬﺍﺏ .

---------- ﻭﺍﺋﺐ ﺍﻟﺪﻫﻮﺭ ﺹ ,194 ﺍﻟﻌﻮﺍﻟﻢ ﺝ 11 ﺹ 567

મુફઝ્ઝલે *હ.ઈમામ જાફર સાદિક અ.સ.* ને કહ્યું :

યા ફરઝંદે રસુલ ! બેશક તમારો બદલો લેવાનો દિવસ એ તમારી મુશ્કેલી ના દિવસ કરતા વધારે મહાન છે.”

હ.ઈમામ જાફર સાદિક અ.સ. એ ફરમાવ્યું :

“ *અમારી કરબલા ની મુસીબત જેવો કોઈ દિવસ નથી.* જો કે સકીફા નો દિવસ અને *હ.અમીરુલ મોમેનીન અ.સ, હ.ઈ.હસન અ.સ; હ.ઈ. હુસૈન અ.સ; જ. ફાતેમહ સલામુલ્લાહે અલયહા, જ.ઝયનબ સ.અ; જ.ઉમ્મે કુલસુમ સ.અ; જ.ફીઝ્ઝા સ.અ* . ના ઘર ના દરવાજા ને આગ થી સળગાવવો અને જ.મોહ્સ્સીન અ.સ. ને પગ ની લાત વડે શહીદ કરવા એ સૌથી વધારે કઠીન અને સૌથી વધારે ભારે અને સૌથી વધારે કડવું છે. કારણ કે તે અઝાબ ના દિવસ નું મૂળ છે.”

(નાવાએબુદ્દોહૂર પા ૧૯૪, અલ અવાલેમ ભાગ ૧૧ પા ૫૬૭

Comments

Popular posts from this blog

તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે

ઝાએરીન ખાસ વાંચે...