તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે

*તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે.*

ﺑﺤﺎﺭ ﺍﻷﻧﻮﺍﺭ ‏( ﻁ - ﺑﻴﺮﻭﺕ ‏) ؛ ﺝ 44 ؛ ﺹ 243
-38 ﻭَ ﺭُﻭِﻱَ ﺃَﻥَّ ﻧُﻮﺣﺎً علیه ‌السلام ﻟَﻤَّﺎ ﺭَﻛِﺐَ ﻓِﻲ ﺍﻟﺴَّﻔِﻴﻨَﺔِ ۹ﻃَﺎﻓَﺖْ ﺑِﻪِ ﺟَﻤِﻴﻊَ ﺍﻟﺪُّﻧْﻴَﺎ ﻓَﻠَﻤَّﺎ ﻣَﺮَّﺕْ ﺑِﻜَﺮْﺑَﻠَﺎﺀَ ﺃَﺧَﺬَﺗْﻪُ ﺍﻟْﺄَﺭْﺽُ ﻭَ ﺧَﺎﻑَ ﻧُﻮﺡٌ ﺍﻟْﻐَﺮَﻕَ ﻓَﺪَﻋَﺎ ﺭَﺑَّﻪُ ﻭَ ﻗَﺎﻝَ ﺇِﻟَﻬِﻲ ﻃُﻔْﺖُ ﺟَﻤِﻴﻊَ ﺍﻟﺪُّﻧْﻴَﺎ ﻭَ ﻣَﺎ ﺃَﺻَﺎﺑَﻨِﻲ ﻓَﺰَﻉٌ ﻣِﺜْﻞُ ﻣَﺎ ﺃَﺻَﺎﺑَﻨِﻲ ﻓِﻲ ﻫَﺬِﻩِ ﺍﻟْﺄَﺭْﺽِ ﻓَﻨَﺰَﻝَ ﺟَﺒْﺮَﺋِﻴﻞُ ﻭَ ﻗَﺎﻝَ ﻳَﺎ ﻧُﻮﺡُ ﻓِﻲ ﻫَﺬَﺍ ﺍﻟْﻤَﻮْﺿِﻊِ ﻳُﻘْﺘَﻞُ ﺍﻟْﺤُﺴَﻴْﻦُ ﺳِﺒْﻂُ ﻣُﺤَﻤَّﺪٍ ﺧَﺎﺗَﻢِ ﺍﻟْﺄَﻧْﺒِﻴَﺎﺀِ ﻭَ ﺍﺑْﻦِ ﺧَﺎﺗَﻢِ ﺍﻟْﺄَﻭْﺻِﻴَﺎﺀِ ﻓَﻘَﺎﻝَ ﻭَ ﻣَﻦِ ﺍﻟْﻘَﺎﺗِﻞُ ﻟَﻪُ ﻳَﺎ ﺟَﺒْﺮَﺋِﻴﻞُ ﻗَﺎﻝَ ﻗَﺎﺗِﻠُﻪُ ﻟَﻌِﻴﻦُ ﺃَﻫْﻞِ ﺳَﺒْﻊِ ﺳَﻤَﺎﻭَﺍﺕٍ ﻭَ ﺳَﺒْﻊِ ﺃَﺭَﺿِﻴﻦَ ﻓَﻠَﻌَﻨَﻪُ ﻧُﻮﺡٌ ﺃَﺭْﺑَﻊَ ﻣَﺮَّﺍﺕٍ ﻓَﺴَﺎﺭَﺕِ ﺍﻟﺴَّﻔِﻴﻨَﺔُ ﺣَﺘَّﻰ ﺑَﻠَﻐَﺖِ ﺍﻟْﺠُﻮﺩِﻱَّ ﻭَ ﺍﺳْﺘَﻘَﺮَّﺕْ ﻋَﻠَﻴْﻪِ .

જયારે હ. નૂહ અ.સ. હોડી ઉપર સવાર થયા અને હોડી પર આખી દુનિયા ફરી વળ્યા અને જયારે હોડી *કરબલા* ની જમીન પાસે થી પસાર થઇ તો કરબલા ની જમીને હોડી ને ખેચી લીધી. જ. નૂહ અ.સ. ને ડૂબી જવાનો ભય લાગ્યો . તેમણે અલ્લાહ પાસે દુઆ કરી અને કહ્યું :

“ યા ઇલાહી ! હું
આખી દુનિયા ફરી વળ્યો છું પરંતુ મને આ જમીન ઉપર જે ખૌફ મહસૂસ થયો છે તે બીજી કોઈ જગ્યા પર નથી થયો.”

જ. જિબ્રઈલ અ.સ. નાઝીલ થયા અને ફરમાવ્યું :

*“ યા નૂહ ! આ જમીન ઉપર હુસૈન અ.સ. ને કત્લ કરવામાં આવશે જે હ.ખાતમુલ અન્બીયા સ.અ.વ. અને હ. ખાતમુલ અવ્સીયા અ.સ. ના ફરઝંદ હશે.”*

જ. નૂહ અ.સ. :

“અય જિબ્રઈલ ! તેમનો કાતિલ કોણ હશે ?”

જ. જિબ્રઈલ અ.સ. :

*“ તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે.”*

પછી હ. નૂહ અ.સ. એ તેના ઉપર *ચાર વખત લાનત મોકલી* તો હોડી ચાલવા લાગી અને જુદી નામ ના પહાડ પાસે પહોચી ગઈ અને ત્યાં સ્થિર થઇ ગઈ.

(બેહારુલ અન્વાર ભાગ 44 પા ૨૪૩ હ ૩૮ )

Comments

Popular posts from this blog

Updates from the Court hearing of Sheikh El-Zakzaky