Gam no Libas Part1
*ગમ નો લિબાસ*
ﺑﺤﺎﺭ ﺍﻷﻧﻮﺍﺭ ( ﻁ - ﺑﻴﺮﻭﺕ ) ؛ ﺝ 45 ؛ ﺹ 221
-5 ﻣﻞ، ﻛﺎﻣﻞ ﺍﻟﺰﻳﺎﺭﺍﺕ ﺍﻟْﺤُﺴَﻴْﻦُ ﺑْﻦُ ﻋَﻠِﻲٍّ ﺍﻟﺰَّﻋْﻔَﺮَﺍﻧِﻲُّ ﻋَﻦْ ﻣُﺤَﻤَّﺪِ ﺑْﻦِ ﻋُﻤَﺮَ ﺍﻟﻨَّﺼِﻴﺒِﻲِّ ﻋَﻦْ ﻫِﺸَﺎﻡِ ﺑْﻦِ ﺳَﻌْﺪٍ ﻗَﺎﻝَ ﺃَﺧْﺒَﺮَﻧِﻲ ﺍﻟْﻤَﺸِﻴﺨَﺔُ ﺃَﻥَّ ﺍﻟْﻤَﻠَﻚَ ﺍﻟَّﺬِﻱ ﺟَﺎﺀَ ﺇِﻟَﻰ ﺭَﺳُﻮﻝِ ﺍﻟﻠَّﻪِ ﺹ ﻭَ ﺃَﺧْﺒَﺮَﻩُ ﺑِﻘَﺘْﻞِ ﺍﻟْﺤُﺴَﻴْﻦِ ﺑْﻦِ ﻋَﻠِﻲٍّ ﻛَﺎﻥَ ﻣَﻠَﻚَ ﺍﻟْﺒِﺤَﺎﺭِ ﻭَ ﺫَﻟِﻚَ ﺃَﻥَّ ﻣَﻠَﻜﺎً ﻣِﻦْ ﻣَﻠَﺎﺋِﻜَﺔِ ﺍﻟْﻔِﺮْﺩَﻭْﺱِ ﻧَﺰَﻝَ ﻋَﻠَﻰ ﺍﻟْﺒَﺤْﺮِ ﻭَ ﻧَﺸَﺮَ ﺃَﺟْﻨِﺤَﺘَﻪُ ﻋَﻠَﻴْﻬَﺎ ﺛُﻢَّ ﺻَﺎﺡَ ﺻَﻴْﺤَﺔً ﻭَ ﻗَﺎﻝَ ﻳَﺎ ﺃَﻫْﻞَ ﺍﻟْﺒِﺤَﺎﺭِ ﺍﻟْﺒَﺴُﻮﺍ ﺃَﺛْﻮَﺍﺏَ ﺍﻟْﺤُﺰْﻥِ ﻓَﺈِﻥَّ ﻓَﺮْﺥَ ﺍﻟﺮَّﺳُﻮﻝِ ﻣَﺬْﺑُﻮﺡٌ ﺛُﻢَّ ﺣَﻤَﻞَ ﻣِﻦْ ﺗُﺮْﺑَﺘِﻪِ ﻓِﻲ ﺃَﺟْﻨِﺤَﺘِﻪِ ﺇِﻟَﻰ ﺍﻟﺴَّﻤَﺎﻭَﺍﺕِ ﻓَﻠَﻢْ ﻳَﻠْﻖَ ﻣَﻠَﻜﺎً ﻓِﻴﻬَﺎ ﺇِﻟَّﺎ ﺷَﻤَّﻬَﺎ ﻭَ ﺻَﺎﺭَ ﻋِﻨْﺪَﻩُ ﻟَﻬَﺎ ﺃَﺛَﺮٌ ﻭَ ﻟَﻌَﻦَ ﻗَﺘَﻠَﺘَﻪُ ﻭَ ﺃَﺷْﻴَﺎﻋَﻬُﻢْ ﻭَ ﺃَﺗْﺒَﺎﻋَﻬُﻢْ .
“બેશક એ ફરિશ્તો કે જે *હ.રસુલેખુદા સ.અ.વ.* પાસે આવ્યો હતો અને *હ.ઈમામ હુસૈન ઇબ્ને અલી અ.સ.* ની શહાદત ની ખબર આપી હતી, તે દરિયાઓ નો ફરિશ્તો હતો.
એ એવી રીતે કે જન્નતે ફિરદૌસ ના ફરિશ્તાઓ માંથી એક ફરિશ્તો દરિયા ઉપર નાઝીલ થયો અને દરિયા પર પોતાની પાંખો ફેલાવી દીધી. અને એક ચીખ નાખી ને કહ્યું :
“ *અય દરિયા ના રહેવાસીઓ ! ગમ ના લિબાસ ધારણ કરી લો ! કારણ કે હ.રસુલે ખુદા સ.અ.વ નાં ફરઝંદ ઝબહ થનાર છે.”*
*પછી તે તેઓ ની તુરબત- માટી પોતાની પાંખો પર ઉચકી ને આસમાનો પર લઇ ગયો. જે કોઈ ફરિશ્તો તેની મુલાકાત કરતો તે આ માટી ની ખુશ્બુ સુંઘતો અને તેની પાસે તેની અસર રહેતી.*
_*અને તે ઈમામ હુસૈન અ.સ. ના કાતીલો તથા કાતીલો ને માનનારા અને કાતીલો નું અનુસરણ કરનારાઓ ઉપર લાનત કરે છે.”*_
(બેહારુલ અન્વાર ભાગ 45 પા ૨૨૧ હ ૫ )
: *જેઓ અમારી મદહ કરે છે અને અમારા માટે મરસીયા પઢે છે.*
ﻛﺎﻣﻞ ﺍﻟﺰﻳﺎﺭﺍﺕ ؛ ﺍﻟﻨﺺ ؛ ﺹ 326
َ ﺍﻟْﺤَﻤْﺪُ ﻟِﻠَّﻪِ ﺍﻟَّﺬِﻱ ﺟَﻌَﻞَ ﻓِﻲ ﺍﻟﻨَّﺎﺱِ ﻣَﻦْ ﻳَﻔِﺪُ ﺇِﻟَﻴْﻨَﺎ ﻭَ ﻳَﻤْﺪَﺣُﻨَﺎ ﻭَ ﻳَﺮْﺛِﻲ ﻟَﻨَﺎ
*હ. ઈ. જાફર સાદીક અ.સ.* :
*“તમામ તારીફ અલ્લાહ ના માટે છે કે તેણે એવા લોકો ને ખલ્ક કર્યા કે જેઓ અમારી પાસે આવે છે અને જેઓ અમારી મદહ કરે છે અને અમારા માટે મરસીયા પઢે છે.”*
(કામીલુઝ ઝીયારાત પા ૩૨૬ )
Comments
Post a Comment