Incedent of 12th Mahe Muharram
*૧૨ મી મોહર્રમના બનાવો*
*કરબલાના શહીદોનું દફન થવું.*
* આજના દિવસે સય્યદુશ્શોહદા (અ.સ.) અને તેમના અેહલેબય્ત અને સહાબીઓના પાક શરીરોને ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) એ બની અસદના લોકોની મદદ વડે દફન કર્યા.
(આઅલામુલ વરા ભાગ.૧ પાનું.૪૭૦, અલ વાકાએઅ વલ હવાદીસ ભાગ મોહર્રમ પાનું.૬૧)
*એહલેબય્ત (અ.મુ.સ.)નું કૈદીની હાલતમાં કુફામાં દાખલ થવું.*
(કલાએદ અલ નુહૂર ભાગ.મોહર્રમ વ સફર પાનું.૨૦૪, અલ વાકાએઅ વલ હવાદીસ ભાગ મોહર્રમ પાનું.૨૫)
* આ દિવસે ઇબ્ને ઝીયાદ (લ.અ.)એ હુકમ આપ્યો કે કોઈએ પણ હથીયાર સાથે ઘરની બહાર આવવું નહિ અને ૧૦ હજાર સવારો અને સૈનીકોને ગલીઓ અને બજારોમાં તૈનાત કર્યા કે જેથી કોઈપણ શીઆયાને અલી (અ.સ.) કયામ કરે નહિ.
ત્યારબાદ તેણે હુકમ આપ્યો કે શહીદોના સરો જે કુફામાં હતા તેને પાછા લઇ જવામાં આવે અને અેહલેબય્તના કાફલાની સાથે તેમને ચલાવવામાં આવે અને તેમની સાથે તે સરોને બજારમાં ફેરવવામાં આવે.
લોકો અેહલેબય્ત (અ.મુ.સ.)ની આ હાલત જોઈને તેમજ કપાયેલા સરોને જોઈને અને અેહલેબય્તની મુખદ્દરાત ( ઔરતો ) ને ચાદરો વિના જોઈ મોટા અવાજે રડવા લાગ્યા.
જ. ઝય્નબે કુબરા, જ. ઉમ્મે કુલ્સૂમ, જ. ફાતેમા બીન્તુલ હુસૈન અને ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) એ એક પછી એક દર્દનાક ખુત્બાઓ આપ્યા જેથી લશ્કરમાંથી અમુકને પછતાવો થયો પરંતુ ત્યારે ખુબજ મોડું થઇ ગયું હતું.
(કલાએદ અલ નુહૂર ભાગ મુહર્રમ વ સફર પાનું.૨૦૫)
Comments
Post a Comment