Incedent Of 13th Mahe Moharram..
*૧૩ મોહર્રમના બનાવો*
*એહલેબય્ત ( અ.મુ.સ. ) ના અસીરો ઇબ્ને ઝીયાદના દરબારમાં*
* અસીરોને અને મુકદ્દસ સરોને કુફામાં ફેરવ્યા બાદ ઇબ્ને ઝીયાદ મલ્ઉને તેના મહેલમાં લાવવાનો હુકમ આપ્યો અને ઈમામ હુસૈન (અ.સ.)નું મુબારક સર તેની સામે રાખવામાં આવ્યું.
ત્યારબાદ ઔરતો અને બચ્ચાઓને ઈમામ સજ્જાદ (અ.સ.)ની સાથે એક રસ્સીમાં બંધાયેલી હાલતમાં દરબારમાં હાજર કરવામાં આવ્યા.
તે મલ્ઉન અને તેના દરબારીઓ અેહલેબય્ત ( અ.મુ.સ.) નો તમાશો જોતા હતા.
(અલ વાકાએઅ વલ હવાદીસ ભાગ.૪ પાનું.૬૩ )
*અેહલેબય્ત ( અ.મુ.સ. ) ના અસીરો કુફાના કૈદખાનામાં*
* ઇબ્ને ઝીયાદ મલ્ઉનની સભા પૂરી થયા પછી અેહલેબય્ત (અ.મુ.સ.)ને કુફાના કૈદખાનામાં મોકલવામાં આવ્યા.
(અલ વાકાએઅ વલ હવાદીસ ભાગ મોહર્રમ પાનું.૯૪ )
*ઈમામ હુસૈન (અ.સ.)ની ખબરે શહાદત મદીના અને શામ પહોંચવી*
* ઇબ્ને ઝીયાદ મલ્ઉને પત્ર લખીને ઈમામ હુસૈન ( અ.સ. ) ની શહાદતની ખબર મદીના અને શામ પહોંચાડી.
(અલ વાકાએઅ વલ હવાદીસ ભાગ મોહર્રમ પાનું.૯૬)
*અબ્દુલ્લાહ ઇબ્ને અફીફની શહાદત*
* અબ્દુલ્લાહ ઇબ્ને અફીફ અઝદી અમીરુલ મોઅમેનીન (અ.સ.)ના બુઝુર્ગ સહાબી હતા અને જંગે જમલ અને સીફ્ફીનમાં તેમની બંને આંખો ચાલી ગઈ હતી. તેથી તેઓ ઈબાદતમાં મશ્ગૂલ હતા. જયારે તેમણે સાંભળ્યું કે ઇબ્ને ઝીયાદ મલ્ઉન અમીરુલ મોઅમેનીન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) વિષે જુઠ બોલી રહયો છે તો તેઓ લોકોની વચ્ચે ઉભા થયા અને બોલ્યા કે ખામોશ થઇ જા, અય મરજાનાની ઔલાદ ! તું જુઠો છો અને તારો પિતા પણ જુઠો હતો.
અય દુશ્મને ખુદા! પયગમ્બર (સ.અ.વ.)ના ફરઝંદને તે કત્લ કર્યા અને મોઅમીનોને મીમ્બર ઉપરથી આ રીતે જૂઠુ બોલે છે?
સિપાહીઓએ તેમને રોકવા ચાહયા પરંતુ તેઓ તેમના કબીલાની મદદથી ઘરે પહોંચ્યા પરતું પછીથી સિપાહીઓએ તેમના ઘરને ઘેરી લીધું અને તેમને પકડી લીધા અને તેમને શહીદ કરવામાં આવ્યા.
(અલ વાકાએઅ વલ હવાદીસ ભાગ ૪, પાનું.૮૦)
Comments
Post a Comment