Safar E Ishq part 3
*સફરે ઈશ્ક ભાગ ૩*
*આદાબે ઝીયારત* :
(૯). હરમે મુતહ્હર માં *દાખલ થતી વખતે* ઝબાન ને *તસ્બીહ, તેહલીલ અને હ. મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર સલવાત* પઢવામાં વ્યસ્ત રાખે.
(૧૦) હરમે મુતહ્હર ના દરવાજા પર ઉભા રહેવું અને *ઇઝ્ને દુખૂલ* મેળવવું.દિલ ની નરમી મેળવવા માટે ખુઝુઅ અને ખુશુઅ ની સાથે *અલ્લાહ ની અઝમત* નો તસવ્વુર કરવો અને *સાહેબે કબર ની જલાલત* પર ધ્યાન આપવું અને રોઝા મુબારક ની *ચોખટ નો બોસો* લેવો.
(૧૧) . *હરમ માં દાખલ થતી વખતે* પહેલા જમણો પગ રાખે અને બહાર નીકળતી વખતે પહેલા ડાબો પગ રાખે.
(૧૨). ઝરીહ ની નઝદીક જવું એવી રીતે કે પોતાની જાત ને ઝરીહ ની સાથે મેળવી દેવી. હદીસ માં *ઝરીહ નો બોસો* લેવા નું વારીદ થયું છે.
(૧૩). ઝીયારત કરતી વખતે કિબલા તરફ પીઠ રાખી ને અને *ક્બ્રે મુનવ્વર તરફ ચહેરો* રાખે. જયારે ઝીયારત થી ફારિગ થઇ જાય તો બદન ના જમણા ભાગ ને ઝરીહ થી લગાવી ને ગીડગીડાઈ ને દોઆ કરવી અને પછી બદન ના ડાબા હિસ્સાને ઝરીહ થી લગાવી ને *સાહેબે કબર ના વાસતા* થી અલ્લાહ પાસે દોઆ કરવી.
(૧૪) અગર કોઈ ઉઝર ન હોય તો ઝીયારત *ઉભા રહી ને પઢવી*
( મશાહીદે મુકદ્દસાહ )
(વધુ ઇન્શાઅલ્લાહ હવે પછી ના મેસેજ માં....)
Comments
Post a Comment