Safar E Ishq Part 4
*સફરે ઈશ્ક ભાગ ૪*
*આદાબે ઝીયારત* :
(૧૫). જયારે *ઝરીહે મુતહ્હર સામે* હોય તો અલ્લાહો અકબર કહે
(૧૬). *ઝીયારતે માસુરાહ* (ઈમામ અ.સ. તરફ થી વારીદ થએલ ઝીયારત) પઢવી
(૧૭). *નમાઝે ઝીયારત* બજાવી લાવવી કે જેની પહેલી રકાત માં સુરે હમ્દ પછી સુરે યાસીન અને બીજી રકાત માં સુરે હમ્દ પછી સુરે રહેમાન પઢે અને જે દુઆઓ વારીદ થઇ છે તે પઢવી અને દીન અને દુનિયા ની દુઆ માંગવી અને આમ મોમીનો ના માટે દુઆ કરવી. જે કબુલીય્ય્ત થી નજીક કરે છે.
(18). શહીદ એ અવ્વ્લે ઝરીહ ની પાસે *કુરાન ની તિલાવત* કરી અને તેનો સવાબ સાહેબે કબર ને હદીયો કરવા ને પણ આદાબે ઝીયારત માં વર્ણવ્યું છે. આમ કરવાનો ફાયદો ઝાએર ને જ મળે છે.
(૧૯) અયોગ્ય *લગ્વ અને બેહુદા વાતો ને તર્ક* કરી દેવી. કારણ કે તે દરેક જગ્યા પર ખરાબ અને ટીકાપાત્ર અને રિઝ્ક ને રોકી દેનાર અને દિલ ને સખ્ત બનાવનાર છે.
(20) પોતાની *અવાજ* ને ઝીયારત ના વખતે વધારે બુલંદ ન કરવી.
( મશાહીદે મુકદ્દસાહ )
(વધુ ઇન્શાઅલ્લાહ હવે પછી ના મેસેજ માં....)
Comments
Post a Comment