Safar E Ishq Part 5
*સફરે ઈશ્ક ભાગ ૫*
*આદાબે ઝીયારત* :
(૨૧). ઈમામ અ.સ. ના શહેર માંથી *વિદાય* થતી વખતે માસુરા અને ગૈર માસુરા દોઆ પઢવી.
(22).ગુનાહો થી તૌબા અને ઇસ્તીગ્ફાર કરવો અને પોતાના કિરદાર ને બેહતર બનાવવો જેથી *ઝીયારત પહેલા અને પછી* ના હાલાત માં ફર્ક હોય.
(૨૩). શહિદે અવ્વલે ફરમાવ્યું છે કે “ઝીયારત ના આદાબ માંથી એ પણ છે કે જયારે ઝીયારત કરી લે તો પછી ત્યાં થી બહાર નીકળવા માં જલ્દી કરી. તાઝીમ અને એહ્તેરામ ના માટે અને ફરી ઝીયારત ના શૌક ની શિદ્દત ના માટે. અને *ઝીયારત કરનાર ઔરતો* એ પોતાની હાલત ને બદલી નાખવી જોઈએ એટલે કે સારા લિબાસ ને તબદિલ કરી દે જેથી તેણી ને ઓળખી ન શકાય. અને પોશીદા રીતે બહાર નીકળે જેથી વધારે લોકો તેણીને ન જોઈ શકે.
(૨૪). બેહતર એ છે કે એવા સંજોગો માં કે *જયારે ઝાએર વધારે હોય* તો જે લોકો ઝરીહ પાસે પહેલા પહોચ્યા હોય તેઓએ ઝીયારત થી જલ્દી ફારિગ થવું જોઈએ . જેથી બીજા લોકો પણ તેઓની જેમ ઝરીહ સુધી પહોચી શકે.
(મશાહીદે મુકદ્દસાહ )
Comments
Post a Comment