Safar E Ishq Part 6

*સફરે ઈશ્ક ભાગ ૬*

*આદાબે ઝીયારત* :

સફરે ઈશ્ક ના ભાગ ૬ થી મેટર કિતાબ : *આદાબે સફર વ ઝીયારતે અત્બાતે આલીયાત* જેના સંકલનકાર : *અલી કાઝી અસકર* છે. આ કિતાબ માંથી ઇન્શાઅલ્લાહ રજુ કરવામાં આવી રહ્યું છે.

(25) *સફર નો ખર્ચ માલે હલાલ થી હોય* :

જે ઝીયારત માટે જઈ રહ્યો હોય તેણે કાળજી રાખવી જોઈએ કે તેનો માલ હલાલ રીતે હાસિલ કરેલ હોય. કોઈ નો હક્ક બાકી ન હોય. શરઈ હક્ક પણ અદા થએલ હોય. દા.ત. ખુમ્સ અદા કરેલ હોય

ﺍﻷﻣﺎﻟﻲ ‏( ﻟﻠﺼﺪﻭﻕ ‏) ؛ ﺍﻟﻨﺺ ؛ ﺹ 442
4- ﺣَﺪَّﺛَﻨَﺎ ﻣُﺤَﻤَّﺪُ ﺑْﻦُ ﻋَﻠِﻲٍّ ﻣَﺎﺟِﻴﻠَﻮَﻳْﻪِ ﺭَﺣِﻤَﻪُ ﺍﻟﻠَّﻪُ ﻗَﺎﻝَ ﺣَﺪَّﺛَﻨَﺎ ﺃَﺑِﻲ ﻋَﻦْ ﺃَﺣْﻤَﺪَ ﺑْﻦِ ﺃَﺑِﻲ ﻋَﺒْﺪِ ﺍﻟﻠَّﻪِ ﻋَﻦِ ﺍﻟْﺤَﺴَﻦِ ﺑْﻦِ ﻣَﺤْﺒُﻮﺏٍ ﻋَﻦْ ﺃَﺑِﻲ ﺃَﻳُّﻮﺏَ ﺍﻟْﺨَﺰَّﺍﺯِ ﻋَﻦْ ﻣُﺤَﻤَّﺪِ ﺑْﻦِ ﻣُﺴْﻠِﻢٍ ﻭَ ﻣِﻨْﻬَﺎﻝٍ ﺍﻟْﻘَﺼَّﺎﺏِ ﺟَﻤِﻴﻌﺎً ﻋَﻦْ ﺃَﺑِﻲ ﺟَﻌْﻔَﺮٍ ﺍﻟْﺒَﺎﻗِﺮِ ﻉ ﻗَﺎﻝَ : ﻣَﻦْ ﺃَﺻَﺎﺏَ ﻣَﺎﻟًﺎ ﻣِﻦْ ﺃَﺭْﺑَﻊٍ ﻟَﻢْ ﻳُﻘْﺒَﻞْ ﻣِﻨْﻪُ ﻓِﻲ ﺃَﺭْﺑَﻊٍ ﻣَﻦْﺃَﺻَﺎﺏَ ﻣَﺎﻟًﺎ ﻣِﻦْ ﻏُﻠُﻮﻝٍ ﺃَﻭْ ﺭِﺑًﺎ ﺃَﻭْ ﺧِﻴَﺎﻧَﺔٍ ﺃَﻭْ ﺳَﺮِﻗَﺔٍ ﻟَﻢْ ﻳُﻘْﺒَﻞْ ﻣِﻨْﻪُ ﻓِﻲ ﺯَﻛَﺎﺓٍ ﻭَ ﻟَﺎ ﻓِﻲ ﺻَﺪَﻗَﺔٍ ﻭَ ﻟَﺎ ﻓِﻲ ﺣَﺞٍّ ﻭَ ﻟَﺎ ﻓِﻲ ﻋُﻤْﺮَﺓٍ ﻭَ ﻗَﺎﻝَ ﺃَﺑُﻮ ﺟَﻌْﻔَﺮٍ ﻉ ﻟَﺎ ﻳَﻘْﺒَﻞُ ﺍﻟﻠَّﻪُ ﻋَﺰَّ ﻭَ ﺟَﻞَّ ﺣَﺠّﺎً ﻭَ ﻟَﺎ ﻋُﻤْﺮَﺓً ﻣِﻦْ ﻣَﺎﻝٍ ﺣَﺮَﺍﻡٍ .

*હ. ઈમામ મોહમ્મદ બાકિર અ.સ.* :

“જે કોઈ ચાર રસ્તાઓ થી માલ હાસિલ કરશે તો ચાર ચીજ માં તેને કબુલ કરવામાં નહિ આવે. જે કોઈ *ફરેબ* આપી ને અથવા *વ્યાજ* થી અથવા *ખયાનત* કે *ચોરી* થી માલ મેળવશે તો તેની *ઝકાત, સદ્કો,હજ્જ અથવા ઉમરાહ* ને કબુલ કરવામાં નહિ આવે.”

અને ઈમામ બાકિર અ.સ. એ ફરમાવ્યું કે :

*“અલ્લાહ ત.ત. હરામ માલ થી હજ્જ અથવા ઉમરાહ ને કબુલ નહિ કરે.”*
(અમાલી એ સદુક પા ૪૪૨ )

(૨૬) *સફર વિષે મોમીનો ને જાણ કરવી* :

જે કોઈ પણ સફરે ઝીયારત માટે જઈ રહ્યો હોય તો તેણે મોમીન ભાઈ ને જણાવવું જોઈએ. મોમીન થી છુપાવવું ન જોઈએ. જાણ કરવા થી મોમીન સાથે મોહબ્બત પણ વધશે અને અગર કોઈ નું દિલ દુખાએલ હશે તો તેને રાઝી કરી લેવાની તક મળશે.

ﺍﻟﻜﺎﻓﻲ ‏( ﻁ - ﺍﻹﺳﻼﻣﻴﺔ ‏) ؛ ﺝ 2 ؛ ﺹ 174
16- ﻋَﻠِﻲُّ ﺑْﻦُ ﺇِﺑْﺮَﺍﻫِﻴﻢَ ﻋَﻦْ ﺃَﺑِﻴﻪِ ﻋَﻦِ ﺍﻟﻨَّﻮْﻓَﻠِﻲِّ ﻋَﻦِ ﺍﻟﺴَّﻜُﻮﻧِﻲِّ ﻋَﻦْ ﺃَﺑِﻲ ﻋَﺒْﺪِ ﺍﻟﻠَّﻪِ ﻉ ﻗَﺎﻝَ ﻗَﺎﻝَ ﺭَﺳُﻮﻝُ ﺍﻟﻠَّﻪِ ﺹ ﺣَﻖٌّ ﻋَﻠَﻰ ﺍﻟْﻤُﺴْﻠِﻢِ ﺇِﺫَﺍ ﺃَﺭَﺍﺩَ ﺳَﻔَﺮﺍً ﺃَﻥْ ﻳُﻌْﻠِﻢَﺇِﺧْﻮَﺍﻧَﻪُ ﻭَ ﺣَﻖٌّ ﻋَﻠَﻰ ﺇِﺧْﻮَﺍﻧِﻪِ ﺇِﺫَﺍ ﻗَﺪِﻡَ ﺃَﻥْ ﻳَﺄْﺗُﻮﻩُ . ‏[ 1 ]

*હ. ઈમામ જાફર સાદિક અ.સ.* :

“મુસલમાન પર એ હક્ક છે કે જયારે તે *સફર કરવાનો ઈરાદો કરે તો તેના ભાઈ ને તે જાણ કરે* અને તેના ભાઈ પર એ હક્ક છે કે જયારે તે સફર માંથી પરત આવે તો તેની મુલાકાત માટે આવે.”

(અલ કાફી ભાગ ૨ પા ૧૭૪ હ ૧૬ )

Comments

Popular posts from this blog

Imam husain was a 7th century revulutionary Leader

અય અલ્લાહ ! તું તેને તારા અવલીયા ની તારી નજીક જે હુરમત છે તે બતાવી દે.

Imam E Zamana a.s. : My Uncle H.Abbas a.s. stand here..