Safar E Ishq Part 7
*સફરે ઈશ્ક ભાગ ૭*
*આદાબે ઝીયારત* :
(૨૭) *સફર પહેલા સફર માટે સાથી ની પસંદગી કરવી* :
ﺍﻟﺠﻌﻔﺮﻳﺎﺕ ( ﺍﻷﺷﻌﺜﻴﺎﺕ ) ؛ ﺹ 164
ﻭَ ﺑِﺈِﺳْﻨَﺎﺩِﻩِ ﻋَﻦْ ﺟَﻌْﻔَﺮِ ﺑْﻦِ ﻣُﺤَﻤَّﺪٍ ﻋَﻦْ ﺃَﺑِﻴﻪِ ﻋَﻦْ ﺟَﺪِّﻩِ ﻋَﻠِﻲِّ ﺑْﻦِ ﺍﻟْﺤُﺴَﻴْﻦِ ﻋَﻦْ ﺃَﺑِﻴﻪِ ﻋَﻦْ ﻋَﻠِﻲِّ ﺑْﻦِ ﺃَﺑِﻲ ﻃَﺎﻟِﺐٍ ﻉ ﻗَﺎﻝَ : ﺟَﺎﺀَ ﺭَﺟُﻞٌ ﺇِﻟَﻰ ﺭَﺳُﻮﻝِ ﺍﻟﻠَّﻪِ ﺹ ﻓَﻘَﺎﻝَ ﻳَﺎ ﺭَﺳُﻮﻝَ ﺍﻟﻠَّﻪِ ﺇِﻧِّﻲ ﺃَﺭَﺩْﺕُ ﺷِﺮَﺍﺀَ ﺩَﺍﺭٍ ﺃَﻳْﻦَ ﺗَﺄْﻣُﺮُﻧِﻲ ﺃَﺷْﺘَﺮِﻱ ﻓِﻲ ﺟُﻬَﻴْﻨَﺔَ ﺃَﻡْ ﻓِﻲ ﻣُﺰَﻳْﻨَﺔَ ﺃَﻡْ ﻓِﻲ ﺛَﻘِﻴﻒٍ ﺃَﻡْ ﻓِﻲ ﻗُﺮَﻳْﺶٍ ﻓَﻘَﺎﻝَ ﻟَﻪُ ﺭَﺳُﻮﻝُ ﺍﻟﻠَّﻪِ ﺹ ﺍﻟْﺠِﻮَﺍﺭَ ﺛُﻢَّ ﺍﻟﺪَّﺍﺭَ ﻭَ ﺍﻟﺮَّﻓِﻴﻖَ ﺛُﻢَ ﺍﻟﺴَّﻔَﺮَ .
[2]
*હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.* :
“એક માણસ હ. *રસુલે ખુદા સ.અ.વ.* ની પાસે આવ્યો અને પછી કહ્યું :
“યા રસુલલ્લાહ ! હું ઘર ખરીદવા ચાહું છું આપ મને હુકમ આપો કે હું ક્યાં ખરીદું ? જોહય્ના કબીલા માં કે મુઝયનાહ કબીલા માં કે સકીફ કબીલા માં કે કુરૈશ કબીલામાં ખરીદું ?”
આપે ફરમાવ્યું :
*“પહેલા પાડોશી જુઓ પછી ઘર જુઓ અને પહેલા સફર ના સાથી ને જુઓ પછી સફર પર જાઓ.”*
( અલ જાફરીયાત પા ૧૬૪ )
ﺷﺮﺡ ﻧﻬﺞ ﺍﻟﺒﻼﻏﺔ ﻻﺑﻦ ﺃﺑﻲ ﺍﻟﺤﺪﻳﺪ ؛ ﺝ 16 ؛ ﺹ 113
ُ ﺳَﻞْ ﻋَﻦِ ﺍﻟﺮَّﻓِﻴﻖِ ﻗَﺒْﻞَ ﺍﻟﻄَّﺮِﻳﻖ [ 3 ]
*હ.અમીરુલ મોમેનીન અ.સ.* :
*“સફર પર જતા પહેલા સફર ના સાથી વિષે પૂછો.”*
(શર્હે નહ્જુલ બલાગાહ ભાગ ૧૬ પા ૧૧૩ )
ﺍﻟﻤﺤﺎﺳﻦ ؛ ﺝ 2 ؛ ﺹ 356
56 ﻋَﻨْﻪُ ﻋَﻦْ ﺃَﺑِﻴﻪِ ﻋَﻤَّﻦْ ﺫَﻛَﺮَﻩُ ﻋَﻦْ ﺃَﺑِﻲ ﺍﻟْﺤَﺴَﻦِ ﻣُﻮﺳَﻰ ﻋَﻦْ ﺃَﺑِﻴﻪِ ﻋَﻦْ ﺟَﺪِّﻩِ ﻉ ﻗَﺎﻝَ : ﻓِﻲ ﻭَﺻِﻴَّﺔِ ﺭَﺳُﻮﻝِ ﺍﻟﻠَّﻪِ ﺹ ﻟِﻌَﻠِﻲٍّ ﻉ ﻳَﺎ ﻋَﻠِﻲُّ ﻟَﺎ ﺗَﺨْﺮُﺝْ ﻓِﻲﺳَﻔَﺮٍ ﻭَﺣْﺪَﻙَ ﻓَﺈِﻥَّ ﺍﻟﺸَّﻴْﻄَﺎﻥَ ﻣَﻊَ ﺍﻟْﻮَﺍﺣِﺪِ ﻭَ ﻫُﻮَ ﻣِﻦَ ﺍﻟِﺎﺛْﻨَﻴْﻦِ ﺃَﺑْﻌَﺪ [ 4 ]
*હ.રસુલે ખુદા સ.અ.વ* . એ તેમની વસીય્ય્ત માં *હ.અલી અ.સ. ને* :
“યા અલી ! *સફર માં એકલા ન જાઓ* કારણ કે શૈતાન એકલા માણસ ની સાથે હોય છે અને બે માણસ થી તે દુર હોય છે.”
(અલ મહાસીન ભાગ ૨ પા ૩૫૬ હ ૫૬ )
(આદાબે સફર વ ઝીયારતે અત્બાતે આલીયાત)
Comments
Post a Comment