Shaikh Abbas Qummi
22 Zilhujja Death Anniversary of Shaikh Abbas Al Qummi
*૨૨ ઝીલ્હજ*
*કિતાબ મફાતીહુલ જીનાનના લેખક મરહુમ શૈખ અબ્બાસે કુમ્મી (અ.ર.) ની વફાતનો દીવસ*
મશહદના એક આલિમે બુઝુર્ગ બયાન કરે છે કે અમો શૈખ અબ્બાસે કુમ્મી(અ.ર.) ની સાથે એક શખ્સના બાગમાં તેના મેહમાન હતા.
મેં જોયું કે આપ (અ.ર.) એ લોકોની સાથે સલામ દુઆ કરી અને કિતાબ લખવામાં મશગૂલ થઇ ગયા.
લોકો એ કહ્યું: આજે તફરીહ (મજા કરવા)નો દિવસ છે, આજે તો લખવાનું છોડો.
શૈખ અબ્બાસ કુમ્મી (અ.ર.) એ કહ્યું:
*સેહમે ઈમામ ખાવો અને ઝીંદગીને મોજમજા કરવામાં વેડફી નાંખવી એ યોગ્ય નથી.*
મેઝબાને કહ્યું: આ સેહમે ઈમામની રકમમાંથી નથી. આ ફળો અને ِઆ ગીઝા મારો અંગત માલ છે. આજે તમે અમારા મેહમાન બનો અને આરામ કરો.
શૈખ (અ.ર.) એ ફરમાવ્યું: *કારણકે હું બીજાના સુફરા ઉપર છું તેથી હું તે ઉમ્રનો એક હિસ્સો ઈમામ માટે કામ ન કરું એ નામર્દી ન કેહવાય?*
અલ્લાહ પાસેથી આટલી ઉમ્ર મેળવ્યા છતાં હું તેની હુજ્જત માટે કામ ન કરું?
*હું કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએ મારા ઝમાનાના ઈમામની ખીદમતને છોડીશ નહી*
નક્લ: મશ્હદના નામાંકીત આલિમ આયતુલ્લાહ હસનઅલી મરવારિદ
Comments
Post a Comment