ઝાએરીન ખાસ વાંચે...

*ઝાએરીન ખાસ વાંચે*🛍🌴🚩

💟નજફના ઓલમાઓમાંથી એક મુત્તકી અને મશહુર આલિમ કરબલાએ મોઅલ્લા તશરીફ લઇ ગયા અને હઝરત સૈયદુશ્શોહદા(અ.સ.)ના હરમમાં હઝરત ઇમામ મહદી(અ.ત.ફ.શ.)ની ઝિયારતથી મુશરરફ થયા.

💟ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)એ તેમને ફરમાવ્યું "અય શખ્સ અહીં જો કે (મારા ગરીબ જદની ઝરીહના કિનારે અને તેના સોનાના ઘુંમટની નીચે) જયાં દુઆ કબૂલ થાય છે. કોઇ પણ મારી તરફ મુતવજ્જેહ નથી અને મારા ઝહુર માટે દુઆ કરી રહ્યું નથી.”

💟પછી આં હઝરત (અ.ત.ફ.શ.)એ પોતાની વિલાયતની કુદરતનો મુઝાહેરો કરાવીને આ આલિમે રબ્બાનીને લોકોની ખ્વાહીશો અને હાજતોની તરફ મુતવજ્જેહ કરાવ્યા. જેમાં દરેક શખ્સ પોતાની માટે પોતાની ખાસ જરૂરત માટે દુઆ કરી રહયા હતા.

ઇમામ(અ.ત.ફ.શ.)એ ફરમાવ્યું

*"તમે સાંભળ્યું! આ ઝાએરીનમાંથી કોઇ એક પણ એવું નથી કે જે કહી રહયો હોય કે પરવરદિગાર ઇમામ મહદી(અ.ત.ફ.શ.)ના ઝહુરમાં તઅજીલ ફરમાવ.”*   -

મઝલ્લએ મઉદશ, મકાલા આકાઇ હાશમી નજાદ

ચિ રા ગે હિદાયત, હાજી નાજી પ્રકાશન

عَنْ أَبِي جَعْفَرٍ ع قَالَ: مُرُوا شِيعَتَنَا بِزِيَارَةِ قَبْرِ الْحُسَيْنِ‏ ع فَإِنَّ إِتْيَانَهُ مُفْتَرَضٌ عَلَى كُلِّ مُؤْمِنٍ- يُقِرُّ لِلْحُسَيْنِ ع بِالْإِمَامَةِ مِنَ اللَّهِ عَزَّ وَ جَلَّ.[1]

ઇમામ બાકિર (અ.સ.) એ ફર્માવ્યું,

"અમારા શીઆઓને ઇમામ હુસૈન (અ.સ.) ની કબ્રની ઝિયારત કરવાનો હુક્મ આપો. કારણકે આપ (અ.સ.)ની ઝિયારતથી રિઝ્કમાં વધારો થાય છે, ઉમ્ર તુલાની થાય છે અને બલાઓ દુર થાય છે. પછી બેશક આપ (અ.સ.) ની ઝિયારત દરેક  એ મોઅમીન ઉપર ફરજ કરવામાં આવી છે જે આપ (અ.સ.) ની ઇમામત અલ્લાહ અઝ્ઝ વ જલ્લની તરફથી હોવાનો ઇકરાર કરે છે."

(કામિલો અઝ્-ઝિયારાત પેજ નં. ૧૨૧, પ્રકરણ ૬૧, હદીસ નં. ૧ )

Comments

Popular posts from this blog

Imam husain was a 7th century revulutionary Leader

અય અલ્લાહ ! તું તેને તારા અવલીયા ની તારી નજીક જે હુરમત છે તે બતાવી દે.

Imam E Zamana a.s. : My Uncle H.Abbas a.s. stand here..