Incedent Of 30th Mahe Muharram...

*૩૦ મી મોહર્રમના બનાવો*

*૧.સહીફા એ મલ્ઉના લખવામાં આવ્યું.*

હીજરી સન  ૧૧ માં મોહર્રમના અંતમાં સહીફા એ મલ્ઉના લખવામાં આવ્યું અને મુનાફીકોએ તેમાં હસ્તાક્ષર કર્યા.

તેના પ્રમાણે તેઓએ કરાર કર્યો કે તેઓ ખિલાફત અને ઇમામતને પયગમ્બર સ.અ.વ પછી અલી અ.સ સુધી પહોંચવા નહિ દે.

આ રીતે અેહલેબય્ત અ.સ ઉપર ઝુલ્મની બુનિયાદ નાખવામાં આવી.

ઈમામ સાદિક અ.સ :
*'જયારે આ સહીફા લખવામાં આવ્યો તો જાણે ઈમામ હસન અ.સ ને શહીદ કરવાનો પાયો નાખવામાં આવ્યો.'* 
(બેહારુલ અન્વાર,  ભાગ ૨૪/૩૬૬, તફસીર એ નુરુસ સક્લૈન, ૪/૬૧૬, તાવીલુલ આયાત,  ૨/૬૭૨)

*૨. જ. મારિયા એ કિત્બીયાની વફાત*

હીજરી સન ૧૫ અથવા ૧૬માં રસુલ સ.અ.વ ની પત્ની જ.મારિયા એ કિત્બીયાની રેહલત થઇ.

જ. મારિયા શમ્ઉન એ કિત્બીના પુત્રી હતા.

પયગમ્બર સ.અ.વ એ તેમની સાથે શાદી કરી અને અલ્લાહે પયગમ્બર સ.અ.વ ના ઝરીએ એક ફરઝંદ અતા કર્યો જેમનું નામ જ. ઈબ્રાહીમ હતું.

જેમની વફાત નાનપણમાંજ પયગમ્બર સ.અ.વ ની હયાતીમાંજ થઇ ગઇ હતી

Comments

Popular posts from this blog

તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે

ઝાએરીન ખાસ વાંચે...