*હઝરત ઉમ્મુલબનીન સલામુલ્લાહ અલયહાની કરામાતો*

*હઝરત ઉમ્મુલબનીન સલામુલ્લાહ અલયહાની કરામાતો*

🌴આપની કરામાતો ઘણીબધી છે. આપ પણ “બાબુલ હવાઇજ” છે. નજફે અશરફ અને મોમેનીનની ઘણી વસ્તીઓમાં આપની કરામાતો મશહૂર છે. નજફવાસીઓમાં આ કિસ્સો મશહૂર છે.

🌴ઇરાકી હુજ્જાજનો એક કાફલો હજ કરીને મદીના તરફ જઇ રહ્યો હતો. મક્કાની એક ગલીના છેડે જ્યાં થોડીક વિશાળ જગ્યા હતી ત્યાં આ કાફલાએ એક વલીમાનું આયોજન કર્યું. અરબીમાં દરેક ખુશીના ખાણાને વલીમા કહેવાય છે. આ વલીમો જનાબ ઉમ્મુલબનીનનું દસ્તરખ્વાનના નામથી જાહેર કર્યો. કાફલાએ ત્યાં ખાવા-પીવાની તમામ ચીજો, અનાજ વગેરે પણ એકત્ર કર્યું. ખાવા-પીવાનો આ સામાન જ્યાં રાખ્યો હતો તેની બાજુમાં એક સઉદી અરબનું ઘર હતું. આ અરબનું નામ મદઉ બિન જમબઝાન હતું.

🌴 આ અરબ દરવાજો ખોલી બહાર નીકળ્યો, પરદેશી કાફલો જોયો. પોતાના ઘરના દરવાજાની પાસે ખાવા-પીવાનો સામાન જોયો તો પૂછ્યું : આ બધું શું છે? આ લોકોએ કહ્યું કે અમે હાજીઓ છીએ. અમે આ ખાણાની વ્યવસ્થા કરી છે. અમે હાજીઓમાં ખાવાનું વહેંચી દઇશું. આ પ્રમાણેનો અમારો રિવાજ છે, કે અમે આ દિવસોમાં ઝવજએ અમીરૂલ મોઅમેનીન હઝરત ઇમામ અલી-ઉમ્મુલબનીન સલામુલ્લાહ અલયહાના નામથી ખાવાનું ખવડાવીએ છીએ.

❣પેલા અરબે ગુસ્સો અને કડવાશભર્યા શબ્દો સાથે કહ્યું કોણ ઉમ્મુલબનીન? પછી એહલેબયતની શાનમાં ખૂબ એલફેલ બકવાશ કર્યો. (નઉઝુ બિલ્લાહે મિન ઝાલિક) પછી ખાવાનો તમામ સામાન, ડેગો અને થાળીઓ ફેંકી દીધી, ઉલટાવી દીધી.

🌴આ જોઇને આ પરદેશી હાજીઓને ઘણો જ આઘાત લાગ્યો. તરત જ અબુલ ફઝલ અબ્બાસની વાલિદહનો વસીલો પકડ્યો. બીબી સાહિબાને પોકાર કરીને કહ્યું : “અય ઉમ્મુલબનીન! અગર આપ ઉમ્મુલબનીન છે તો કરામાત બતાવો.”

🌴હજી તો વસીલો પૂરો પણ થયો ન હતો કે પેલો અરબ પેટ ઉપર હાથ મૂકીને જમીન ઉપર પડ્યો. ગુલાટી ખાવા લાગ્યો. તેના પેટ અને આંતરડામાં તકલીફની ફરિયાદ કરવા લાગ્યો. તેના સગાંઓ તેને ઊંચકીને દવાખાને લઇ ગયા, પરંતુ સારો ન થયો. થોડીક જ વારમાં એની મોતની ખબર આવી ગઇ. તેના ઘરવાળા તેના શબને લઇ ઘરે આવ્યાં તેઓએ આ હાજીઓની માફી માંગી.

📗(હઝરત ઉમ્મુલબનીન અલયહસ્સલામ શૈખ નેઅમત સાઅદી પેજ-૪૮)

❣મોઅમેનીનમાં આપના નામ ઉપર ખાવાનું ખવડાવવાનો રિવાજ છે. આ એક મકબુલ અમલ છે જે આલે રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વઆલેહી વસલ્લમની ખુશીનું કારણ છે. આપના દસ્તરખાન ઉપર મુરાદ આવે છે અને મન્નતો પૂરી થાય છે. વળી ખાસ કરીને બીમારીથી શિફા માટે અને બેઅવલાદને અવલાદ માટે આપનું દસ્તરખાન ખાસ છે. આપના તવસ્સુલથી અલ્લાહ પાસે માંગનારને આ બે વસ્તુ તો ખાસ આપે છે.

📗(જુઓ ઉમ્મુલબનીન અલયહસ્સલામ- મોહંમદરઝા અબ્દુલ અમીર અનસારી પેજ-૪૩, ઉમ્મુલબનીન અલયહસ્સલામ-શૈખ નેઅમતુલ્લાહ સાઅદી પેજ-૨૩)

❣ખાસ ઇલ્મયાફતા લોકોમાં મશહૂર છે કે જો કોઇની કોઇ ચીજ ખોવાઇ જાય અથવા કોઇ વસ્તુની ઇચ્છા હોય તો એક વખત સૂરએ હમ્દની તિલાવત કરીને રૂહે ગિરામી જનાબ ઉમ્મુલબનીન સલામુલ્લાહ અલયહાને નઝર કરવામાં આવે તો તરત જ મુરાદ પૂરી થાય છે અથવા પેલી વસ્તુ મળી જશે.

(ઉપરોક્ત બંને કિતાબો અનુક્રમે પેજ ૩૬ અને ૨૨)

Comments

Popular posts from this blog

તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે

ઝાએરીન ખાસ વાંચે...